For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેશનલ સ્પોર્ટ્સ ડે પર પીએમ મોદીએ મેજર ધ્યાનચંદને આપી શ્રદ્ધાંજલિ

દેશ દર વર્ષે 29 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે મનાવે છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશ દર વર્ષે 29 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે મનાવે છે. આ દિવસે હૉકીના જાદૂગર મેજર ધ્યાનચંદનો જન્મદિવસ છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપી અને પ્રતિભાશાળી એથલીટો માટે પરિવારો અને કોચની પ્રશંસા પણ કરી છે. પીએમ મોદીએ પોતાના ટ્વિટર પર લખ્યુ, 'ભારત સરકાર રમતગમતને લોકપ્રિય બનાવવા અને ભારતમાં ખેલ પ્રતિભાઓને સમર્થન આપવા માટે ઘણા પ્રયત્નો કરી રહી છે. હું બધાને રમતગમત અને ફિટનેસને પોતાની દિનચર્ચાનો હિસ્સો બનાવવાનો આગ્રહ કરુ છુ. આમ કરવાના ઘણા ફાયદા છે. દરકે જણ ખુશ અને સ્વસ્થ હોઈ શકે છે.'

PM Modi

પીએમે આગળ કહ્યુ, 'આજે રાષ્ટ્રીય રમતગમત દિવસ પર અમે મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપીએ છે, જેમની હૉકી સ્ટિકનો જાદુ ક્યારેય ભૂલી નહિ શકાય. આજે આપણા પ્રતિભાશાળી એથલીટોની સફળતા માટે પરિવારો, કોચો અને સહયોગી કર્મચારીઓ દ્વારા આપવામાં આવેલ ઉત્કૃષ્ટ સમર્થનની પ્રશંસા કરવાનો પણ દિવસ છે. રાષ્ટ્રીય ખેલ દિવસ એ બધા ખેલાડીઓની ઉપલબ્ધિઓનો જશ્ન મનાવવાનો દિવસ છે, જેમણે વિવિધ ખેલોમાં ભારતનુ પ્રતિનિધિત્વ કર્યુ છે અને આપણા દેશને ગૌરવાન્વિત કર્યુ છે. '

ઓરિસ્સામાં પૂરના કારણે હાલ બેહાલ, અત્યાર સુધી 12 લોકોના મોતઓરિસ્સામાં પૂરના કારણે હાલ બેહાલ, અત્યાર સુધી 12 લોકોના મોત

English summary
National Sports Day 2020: PM Modi pays tribute to Major Dhyan Chand.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X