તમિલનાડુઃ ચક્રવાત નીલમે બેનો ભોગ લીધો

પીટીઆઇએ જણાવ્યા પ્રમાણે ચક્રવાતી તોફાનની ઝડપ 100 કિ.મી. પ્રતિ કલાક કરતા વધારે છે. તોફાનના કારણે તમિલનાડુ, પોંડેચરી અને દક્ષિણ આધ્ર પ્રદેશના વિસ્તારોમાં ભારે પવન ફુંકાઇ રહ્યો છે.
મોસમ વિભાગે જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ સુધી આ પ્રકારની સ્થિતિ જોવા મળશે. માછીમારોને તટીય વિસ્તારમાં નહીં જવા ચેતવણી આપવામાં આવી છે. રાજ્ય સરકારે જણાવ્યા પ્રમાણે મામલ્લપુરમમાં 3900 લોકો માટે રાહત કેમ્પ લગાવવામાં આવ્યા છે.
જો કે રાજ્ય સરકાર અને મોસમ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે નીલમ ગયા વર્ષના ઠાણેની જેમ ખતરનાક નથી તેથી સરકારે લોકોને ડરવાની નહીં પરંતુ થોડી સાવધાની રાખવા જણાવ્યું છે, જેથી તોફાનના વિનાશથી બચી શકાય.












Click it and Unblock the Notifications
