રાજનાથ-બાદલના દખલ બાદ સિદ્ધૂના અનશન રદ્દ

અમૃતસર, 28 સપ્ટેમ્બર: ભાજપ પ્રમુખ રાજનાથ સિંહ તથા પંજાબના મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલે અમૃતસરના વિકાસ અંગેના મુદ્દે ધ્યાન આપવાની ખાત્રી આપ્યા બાદ સાંસદ નવજોત સિંહ સિદ્ધૂએ આજથી શરૂ થનાર આમરણાંત ઉપવાસ છેલ્લી ઘડીએ રદ્દ કરી નાંખ્યું.

navjot

સિદ્ધૂએ અગાઉ મીડિયાને લખેલા પત્રમાં કહ્યું હતું કે આ મારો અંગત નિર્ણય છે. નવજોત સિંહ સિદ્ધૂ 'અમૃતસર'ના વિકાસ પ્રોજેક્ટોની અવગણના કરવામાં આવતાં અને નગર સુધાર ટ્રસ્ટની રકમ બીજા કાઉન્સિલને મોકલવાના વિરોધમાં કરી રહ્યાં છે. ભાજપ પ્રમુખ રાજનાથ સિંહે આ મુદ્દે સિદ્ધૂ સાથે વાત કરી અને પંજાબના મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલે પણ ઘટતું કરવાની ખાત્રી આપી. તે પછી સિદ્ધૂએ અનશન રદ્દ કરી નાંખ્યા.

નવજોત સિંહ સિદ્ધૂએ પોતાના પત્રમાં જણાવ્યું હતું કે અનશન અંગે પોતાની પત્નીનો પણ અભિપ્રાય લીધો નથી અને ના તો કોઇ સંબંધીને પણ કહેશે. આ અંગે તેમની પત્નીનું કહેવું છે કે હું તેમની તરફેણમાં નથી, મારા મત મુજબ તેમને મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ સાથે સીધી વાત કરવી જોઇએ. નવજોત સિંહ સિદ્ધૂના નિર્ણય પર પંજાબ ભાજપના અધ્યક્ષ કમલ શર્માએ કહ્યું હતું કે તેમને આ નિર્ણય પર પુનવિચાર કરવો જોઇએ. મુખ્યમંત્રી સુખવીર સિંહ બાદલે નવજોત સિંહ સિદ્ધૂના સંસદીય વિસ્તારમાં ચાલી રહેલા વિકાસ કાર્યોને પૂરા કરવાનો સમય નક્કી કરી દિધો છે અને અધિકારીને દિશા નિર્દેશ આપી દિધા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X