For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'આગામી લોકસભાની ચુંટણી નહી લડે નવજોત સિંહ સિદ્ધૂ'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

navjot-sidhu
અમૃતસર, 12 એપ્રિલ: ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા નવજોત સિંહ સિદ્ધૂની પત્ની નવજોત કૌરે ગુરૂવારે કહ્યું હતું કે ભાજપ દ્રારા તેમની અવગણના કરવામાં આવતાં ક્રોધિત થયેલા તેમના પતિ અમૃતસરથી આગામી લોકસભાની ચુંટણી લડશે નહી. અમૃતસરના સાંસદ નવજોત સિંહ સિદ્ધૂ આ સીટ પરથી ત્રણ વાર લોકસભાના સદસ્ય ચુંટયેલા છે.

પંજાબની મુખ્ય સંસદીય સચિવ નવજોત કૌર સિદ્ધૂએ જણાવ્યું હતું કે મારા પતિ અમૃતસરથી સંસદીય ચુંટણી લડશે નહી અને તે આ અંગે પહેલાંથી નિર્ણય કરી લીધો હતો કારણ કે ભાજપે તેમને સાઇડલાઇન કર્યા છે અને તેમની અનદેખી કરવામાં આવી રહી છે. સંસદીય વિસ્તારમાં ગત એક દસકાથી કામ કરી રહેલા મારી પતિની સ્થાનિક ટીમની અનદેખી કરવામાં આવી હતી, જો કે આ મુદ્દે ભાજપના સાંસદ નવજોત સિંહ સિદ્ધૂથી સંપર્ક કરવામાં સફળતા મળી ન હતી.

આ પહેલાં નવજોત કૌરે 'ફેસબુક' પર એમ લખીને વિવાદ પેદા કર્યો છે કે તેમના પતિ અનુભવે છે કે તેમની પાર્ટીમાં અવગણના કરવામાં આવી છે અને તેમની અનદેખી કરવામાં આવી રહી છે.

અમૃતસર(પૂર્વ)થી ભાજપના ધારાસભ્ય નવજોત કૌરે કહ્યું છે કે કાલે હું દિલ્હીમાં નવજોત સિંહ સિદ્ધૂ સાથે હતી તેમને મને જણાવ્યું હતું કે ફેસબુક પર મેં કેમ લખ્યું. નવજોત કૌરે જણાવ્યું હતું કે આ સાંભળતા તેમને કહ્યું હતું કે તે હવે રાજકારણને પસંદ કરતા નથી કારણ કે તેમની પોતાની જ પાર્ટીના નેતાઓ પાસેથી યોગ્ય સન્માન મળતું નથી. મારા પતિએ મને કહ્યું હતું કે હવે તે રાજકારણમાં પોતાનું દિમાગ લગાવવા માંગતા નથી.

નવજોત કૌરે કહ્યું હતું કે મેં ફેસબુક પર જે કંઇ લખ્યું છે કે મારા દિમાગમાંથી નહી પરંતુ દિલમાંથી નિકળ્યું છે. તેમાં કોઇ પ્રકારનું રાજકારણ કે કપટ નથી. નવજોત સિંહ સિદ્ધૂની પત્નીની ટિપ્પણીઓ એટલા માટે મહત્વપુર્ણ છે કે કારણ કે તેનાથી પૂર્વ ક્રિકેટરનું રાજકારણમાં ટકી રહેવા મુદ્દે સવાલ ઉભો થયો છે. તેમને કહ્યું હતું કે કોઇ મને જણાવી શકે છે કે કોઇ ઇમાનદાર નેતા કેવી ટકી શકે. એવો નેતા જે ભ્રષ્ટાચારમાં વિશ્વાસ ધરાવતો નથી, ગુનેગારોને સમર્થન આપતો નથી, કમીશન પ્રથાનો ભાગ બની નથે શકતો, તેવા નેતાથી પાર્ટીનું શું ભલું થવાનું.

English summary
Peeved over BJP sidelining him, three-time MP from Amritsar Navjot Singh Sidhu will not contest the next Lok Sabha polls from there, his wife Navjot Kaur said on Thursday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X