પાકિસ્તાનથી પાછા ફરતા બોલ્યા સિદ્ધુ, ‘સો ગણો પ્રેમ પાછો લઈને જઈ રહ્યો છુ'

પાકિસ્તાનથી પાછા ફરતા નવજોત સિદ્ધુએ કહ્યુ કે જેટલો પ્રેમ પાકિસ્તાન લાવ્યો હતો તેનાથી સો ગણો પ્રેમ પાછો લઈને પોતાના દેશ હિંદુસ્તાનમાં જઈ રહ્યો છુ.

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનના શપથગ્રહણમાં શામેલ થવા માટે ઈસ્લામાબાદ પહોંચેલા નવજોત સિદ્ધુએ ત્યાંથી પાછા ફરતી વખતે કહ્યુ કે જેટલો પ્રેમ પાકિસ્તાન લાવ્યો હતો તેનાથી સો ગણો પ્રેમ પાછો લઈને પોતાના દેશ હિંદુસ્તાનમાં જઈ રહ્યો છુ. બે દિવસની અંદર પાકિસ્તાને મને વ્યાજ સાથે પ્રેમ પાછો આપ્યો છે. તેમણે કહ્યુ કે જનરલ બાજવાએ મને ગળે મળીને કહ્યુ કે તેઓ ગુરુનાનકના 550 માં જન્મોત્સવ પર કરતારપુર સુધીના રસ્તા ખોલવા પર વિચાર કરી રહ્યા છે.

siddhu

પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ કહ્યુ કે ઈમરાન ખાન પાકિસ્તાનની તકદીર બદલશે, એ આશા છે. સિદ્ધુએ કહ્યુ કે ઈમરાન એક સુલઝેલા વ્યક્તિ છે અને તે જરૂર પાકિસ્તાનને એક સારા રસ્તે લઈ જશે. સિદ્ધુએ કહ્યુ કે બંને દેશામાં ખૂબ સમાનતાઓ છે, ઘણી નદીઓ છે જે લાહોરમાં પણ છે અને અમૃતસરમાં પણ. તેમણે કહ્યુ કે બંને મુલ્કોના સંબંધો સુધરશે અને બંને તરફની સરકારો વાતચીત દ્વારા મુદ્દાઓને ઉકેલશે એવી આશા છે.

કોંગ્રેસ નેતા અને પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ શુક્રવારે પાકિસ્તાન પહોંચ્યા હતા. ઈમરાને સિદ્ધુને શપથગ્રહણ માટે આમંત્રણ આપ્યુ હતુ. સિદ્ધુ ઉપરાંત પૂર્વ ભારતીય ક્રિકેટર કેપ્ટન કપિલ દેવ અને સુનીલ ગાવસ્કરને પણ આમંત્રણ મળ્યુ હતુ પરંતુ બંનેએ જવાનો ઈનકાર કરી દીધો. સિદ્ધુ શુક્રવારે અટારી સ્થિત વાઘા બોર્ડર પાર કરીને પાકિસ્તાન પહોંચ્યા હતા. પાક પહોંચ્યા બાદ તેમણે કહ્યુ હતુ કે તેઓ રાજનેતા નહિ એક દોસ્તના સંબંધે ઈમરાનના શપથગ્રહણમાં આવ્યા છે અને બંને દેશો શાંતિના પક્ષમાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X