For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીનો આગ્રહ, બિગ બોસમાંથી પાછા ફરે સિદ્ધૂ

|
Google Oneindia Gujarati News

navjot singh siddhu
ચંદીગઢ, 8 નવેમ્બર: ભાજપાએ પાર્ટીના સાંસદ તથા ભૂતપૂર્વ ક્રિકેટર નવજોતસિંહ સિદ્ધૂને જાણીતા રિયાલીટી ટીવી શો બિગ બોસમાંથી પાછા બોલાવ્યા છે. ભાજપે નવજોત સિદ્ધૂને ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં ભાગ લેવા માટે પાછા ફરવાનું ફરમાન જારી કર્યું છે.

સાંસદ નવજોત સિદ્ધૂની પત્ની અને મુખ્ય સંસદીય સચિવ નવજોત કૌર સિદ્દૂએ અત્રે પ્રેસ કોન્સફરન્સ કરીને જણાવ્યું હતું. નવજોત કૌર સિદ્ધૂએ જણાવ્યુ કે ભાજપ તરફથી જણાવવામાં આવ્યું કે સિદ્ધૂની ગુજરાત વિધાનસભાની ચૂંટણીની પ્રચારમાં જરૂરિયાત હોવાથી તેઓ બિગ બોસમાંથી પાછા આવે અને પાર્ટી માટે કામ કરે. તેમણે એવું પણ જણાવ્યું કે સિદ્ધૂ એક બે દિવસમાં પાછા આવી જશે.

નવજોત કૌર સિદ્ધૂએ કહ્યુ કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આગ્રહ કર્યો છે કે તેમને ગુજરાતની ચૂંટણીમાં સિદ્ધૂની ખાસ જરૂરિયાત છે, માટે તેઓ બને તેટલી જલદી બિગ બોસના ઘરમાંથી બહાર આવી જાય.

તેમણે ઉમેર્યું હતું કે સિદ્ધૂએ પાર્ટીની પરવાનગની લઇને જ બિગબોસમાં ગયા હતા. તેમની પત્ની પણ ઇચ્છતા હતા કે તેઓ બિગ બોસમાં જાય. તેમણે જણાવ્યું કે ટીવી શો તેમની આવકનું માધ્યમ છે અને સિદ્ધૂનું આ પ્રોફેશન છે. સિદ્ધૂ આ પહેલા બિગ બોસમાં દાખલ થવાની ચાર ઓફર નકારી ચૂક્યા હતા.

English summary
Cricketer turned politician Navjot Singh Sidhu is set to quit Bigg Boss after a month long stay on the reality show as BJP wants him to campaign in Gujarat, his wife said today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X