For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Navratri Guidelines: દિલ્હી, બંગાળ સહિતના રાજ્યોમાં દુર્ગા પુજા માટે ગાઇડલાઇન જારી

ભલે દેશમાં કોરોનાના કેસો ઘટી ગયા હોય, પરંતુ તેનો ખતરો ટળ્યો નથી અને તેથી તહેવારોની સિઝનમાં દરેકને ખૂબ સાવધ રહેવાની જરૂર છે અને આ કારણોસર ઘણા રાજ્યોએ દુર્ગા પૂજા-નવરાત્રિ અને દશેરા અંગે માર્ગદર્શિકા જારી કરી છે, જે દરેકને

|
Google Oneindia Gujarati News

ભલે દેશમાં કોરોનાના કેસો ઘટી ગયા હોય, પરંતુ તેનો ખતરો ટળ્યો નથી અને તેથી તહેવારોની સિઝનમાં દરેકને ખૂબ સાવધ રહેવાની જરૂર છે અને આ કારણોસર ઘણા રાજ્યોએ દુર્ગા પૂજા-નવરાત્રિ અને દશેરા અંગે માર્ગદર્શિકા જારી કરી છે, જે દરેકને અનુસરવી જરૂરી છે.

ગાઇડલાઇન વિશે વિગતવાર જાણીએ

કર્ણાટક

કર્ણાટક

  • દુર્ગાપંડાલમાં મૂર્તિની લંબાઈ 4 ફૂટથી વધુ ન હોવી જોઈએ.
  • પંડાલમાં મૂર્તિ મૂકતા પહેલા, સમગ્ર સ્થળને સંપૂર્ણ રીતે સેનિટાઇઝ કરવું જરૂરી છે.
  • ઝોનના સંબંધિત જોઇન્ટ કમિશનરની પરવાનગી સાથે, વોર્ડ દીઠ એક મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે.
  • ફક્ત સરળ પ્રાર્થના અને ધાર્મિક વિધિઓની મંજૂરી છે.
  • દરેક વ્યક્તિએ સામાજિક અંતરનું પાલન કરવું ફરજિયાત છે.
  • દરેક વ્યક્તિએ માસ્ક પહેરવું જરૂરી છે.
  • મીઠાઈઓ, ફળો અને ફૂલોના વિતરણ પર પ્રતિબંધ છે.
  • એસોસિએશન મહેમાનોને ચોક્કસ સમય સ્લોટ સાથે આમંત્રણ કાર્ડ આપશે જેથી એક સમયે 100 થી વધુ લોકો એક જગ્યાએ ન ભેગા થાય.
  • સિંદૂર ખેલામાં પણ દસથી વધુ લોકો રહેશે નહીં.
  • વિસર્જન સરઘસ દરમિયાન ડીજે અને સંગીત નહીં અને વધુ લોકો નહીં હોય.
  • પ્રશાસન કહેશે ત્યા વિસર્જન થશે.
  • રાવણ દહન દરમિયાન મેદાનમાં ભીડ નહીં હોય.
દિલ્હી

દિલ્હી

  • રામલીલાના સ્થળે કોઈ ભીડ રહેશે નહીં.
  • રામલીલાના સ્થળે ખાણીપીણીના સ્ટોલ અને હીંચકા નહીં હોય.
  • રામલીલા જોવા આવતા લોકો માટે સામાજિક અંતરનું પાલન કરવું ફરજિયાત છે.
  • દરેક વ્યક્તિએ માસ્ક પહેરવું જરૂરી છે.
  • દુર્ગા પૂજા અને રામલીલા માટે લોકોને ભેગા કરવા માટેની મુક્તિ 15 નવેમ્બર સુધી લાગુ રહેશે.
  • સભાગૃહમાં પૂજા દરમિયાન 50 થી વધુ લોકો રહેશે નહીં.
  • પ્રશાસન કહેશે ત્યા વિસર્જન થશે.
મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર

  • દુર્ગા પૂજામાં મૂર્તિની લંબાઈ 4 ફૂટથી વધુ ન હોવી જોઈએ.
  • 2 ફૂટથી વધુની મૂર્તિઓ ઘરમાં સ્થાપિત કરી શકાશે નહી.
  • પંડાલમાં 5 થી વધુ લોકો રોકાશે નહીં.
  • રાવણ દહન દરમિયાન મેદાનમાં ભીડ નહીં હોય.
  • મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગરબા-દાંડિયા પર પ્રતિબંધ.
  • પંડાલ તૈયાર કરતા પહેલા પાલિકા પાસેથી પરવાનગી મેળવવાની રહેશે.
  • પંડાલમાં શણગારેલી મૂર્તિઓ ઇકો ફ્રેન્ડલી હોવી જોઈએ, પ્લાસ્ટર ઓફ પેરિસની નહીં.
ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશ

  • ખુલ્લી જગ્યામાં કાર્યક્રમમાં કોઈ પ્રતિબંધ નથી પરંતુ તમામ પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે.
  • મૂર્તિઓનું કદ શક્ય તેટલું નાનું રાખવા કહેવામાં આવ્યું છે.
  • પંડાલમાં ભીડ ભેગી કરવા પર પ્રતિબંધ છે.
  • રાવણ દહન દરમિયાન મેદાનમાં ભીડ નહીં હોય.
  • રાવણ દહન દરમિયાન મેદાનમાં ભીડ નહીં હોય.
  • દરેક વ્યક્તિએ સામાજિક અંતરનું પાલન કરવું ફરજિયાત છે.
  • દરેક વ્યક્તિએ માસ્ક પહેરવું જરૂરી છે.
પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળ

  • પંડાલોમાં કોઈ મોટી મૂર્તિઓ નહીં હોય.
  • પંડાલોની નજીક સાંસ્કૃતિક કાર્યક્રમોને ક્યાંય પણ મંજૂરી આપવામાં આવશે નહીં.
  • દરેક વ્યક્તિએ સામાજિક અંતરનું પાલન કરવું ફરજિયાત છે.
  • દરેક વ્યક્તિએ માસ્ક પહેરવું જરૂરી છે.
  • પૂજા દરમિયાન કોઈને પણ પૂજારીની નજીક જવાની મંજૂરી નથી.
  • મૂર્તિ વિસર્જનનો કાર્યક્રમ થશે નહીં.
  • પૂજા પંડાલો પાસે મેળો ભરાશે નહીં.
ઝારખંડ

ઝારખંડ

  • પંડાલોમાં 5 ફૂટથી વધુની મૂર્તિની અનુમતિ નથી.
  • પંડાલમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ.
  • સાંસ્કૃતિક કાર્યક્રમો- ગરબા, દાંડિયા પર પ્રતિબંધ.

English summary
Navratri Guidelines: Guidelines issued for Durga Puja in states including Delhi, Bengal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X