'સમીર વાનખેડેનુ પહેલુ નિકાહનામુ', નવાબ મલિકે ટ્વિટર પર ફોટો જાહેર કરીને લગાવ્યો નવો આરોપ
નવાબ મલિકે બુધવારે સમીર વાનખેડેનુ એક કથિત નિકાહનામુ પોતાના ટ્વિટર હેન્ડલ પર જાહેર કર્યુ અને આરોપ લગાવ્યો કે...
મુંબઈઃ બૉલિવુડ અભિનેતા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનના ડ્ર્ગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે સતત એનસીપી નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકના નિશાના પર છે. નવાબ મલિકે સમીર વાનખેડે ઉપર ભ્રષ્ટાચાર સાથે-સાથે નકલી પ્રમાણપત્ર દ્વારા નોકરી મેળવવાનો આરોપ લગાવ્યો છે. આ કડીમાં નવાબ મલિકે બુધવારે સમીર વાનખેડેનુ એક કથિત નિકાહનામુ પોતાના ટ્વિટર હેન્ડલ પર જાહેર કર્યુ અને આરોપ લગાવ્યો કે તેમણે નકલી રીતે આઈઆરએસની નોકરી મેળવી છે.

'શબાના કુરેશી સાથે થયા સમીરના નિકાહ'
નવાબ મલિકે બુધવારે ટ્વિટ કરીને લખ્યુ, '7 ડિસેમ્બર 2006, ગુરુવારે રાતે 8 વાગે મુંબઈમાં અંધેરી(વેસ્ટ)ના લોખંડવાલા કૉમ્પ્લેક્સમાં સમીર દાઉદ વાનખેડે અને શબાના કુરેશીના નિકાહ થયા. નિકાહમાં મેહરની રકમ 33 હજાર રૂપિયા હતી. આ નિકાહમાં સાક્ષી નંબર 2 તરીકે સમીર દાઉદ વાનખેડેની મોટી બહેન યાસ્મીન દાઉદ વાનખેડેના પતિ અઝીઝ ખાન હતા.' ત્યારબાદ એક અન્ય ટ્વિટમાં નવાબ મલિકે કથિત નિકાહનામાનો ફોટો જાહેર કરીને લખ્યુ, 'આ જ છે. ડૉ. શબાના કુરેશી સાથે સમીર દાઉદ વાનખેડેના પહેલા લગ્નનુ નિકાહનામુ.'

'ધર્મ નહિ, છેતરપિંડીનો ખુલાસો કરી રહ્યો છુ'
નવાબ મલિકે કહ્યુ કે તે સમીર દાઉદ વાનખેડેના ધર્મ વિશે કંઈ નથી કહી રહ્યા પરંતુ તેમની છેતરપિંડીનો ખુલાસો કરી રહ્યા છે. પોતાના ટ્વિટમાં નવાબ મલિકે લખ્યુ, 'હું એ સ્પષ્ટ કરી દેવા માંગુ છુ કે સમીર દાઉદ વાનખેડેના જે મામલાનો ખુલાસો હું કરી રહ્યો છુ, તે તેમના ધર્મ સાથે જોડાયેલો નથી, હું માત્ર એ નકલી તથ્યોને સામે લાવવા માંગુ છુ, જેના દ્વારા તેમણે આઈઆરએસની નોકરી મેળવવા માટે જાતિ-પ્રમાણપત્ર મેળવ્યુ અને અનુસૂચિત જાતિના કોઈ યોગ્ય વ્યક્તિને તેનુ સુવર્ણ ભવિષ્ય મેળવતા અટકાવ્યો.'

ગુમનામ અધિકારીની ચિઠ્ઠી દ્વારા લગાવ્યા 26 આરોપ
તમને જણાવી દઈએ કે આ પહેલા મંગળવારે નવાબ મલિકે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક ચિઠ્ઠી જાહેર કરી અને કહ્યુ કે આ ચિઠ્ઠિ તેને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના જ એક ગુમનામ અધિકારીએ મોકલી છે. નવાબ મલિકે આ ચિઠ્ઠી દ્વારા સમીર વાનખેડે ઉપર 26 આરોપ લગાવ્યા છે અને કહ્યુ કે તે પોતાની ટીમ સાથે મળીને લોકોને ડ્ર્ગ્સના નકલી કેસમાં ફસાવે છે અને ત્યારબાદ તેમને છોડવાના બદલામાં વસૂલી કરે છે. જો કે સમીર વાનખેડેએ આ આરોપોનુ ખંડન કર્યુ અને નવાબ મલિકની આ ચિઠ્ઠીને એક મજાક ગણાવી.
Photo of a Sweet Couple
— Nawab Malik نواب ملک नवाब मलिक (@nawabmalikncp) October 27, 2021
Sameer Dawood Wankhede and Dr. Shabana Qureshi pic.twitter.com/kcWAHgagQy












Click it and Unblock the Notifications
