For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીની શપથવિધિમાં નવાઝ શરીફને અપાયું આમંત્રણ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 21 મે: દેશના 16માં વડાપ્રધાન બનવા જઇ રહેલા નરેન્દ્ર મોદીની શપથગ્રહણ સમારંભમાં ભાગ લેવા માટે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને આમંત્રણ આપવામાં આવ્યું છે. સૂત્રો અનુસાર ભાજપે સાર્ક દેશોના તમામ પ્રમુખોને શપથવિધિમાં સામેલ થવાનું આમંત્રણ પાઠવ્યું છે.

અત્રે નોંધનીય છે કે નરેન્દ્ર મોદી 26 મેની સાંજે 6 વાગે પોતાના કેબિનેટની સાથે વડાપ્રધાન પદની શપથ લેશે. શપથ ગ્રહણ સમારંભ રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં થશે. આ સમારંભમાં ત્રણ હજાર મહેમાનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીમાં જીત બાદ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે નરેન્દ્ર મોદીને શુભેચ્છા આપતા તેમને પાકિસ્તાન આવવાનું નિમંત્રણ આપ્યું હતું. મોદી ત્રીજા વડાપ્રધાન બનશે જે રાષ્ટ્રપતિ ભવનના ફોરકોર્ટમાં શપથ લેશે. આ પહેલા ચંદ્રશેખર અને અટલ બિહારી વાજપેઇએ ફોરકોર્ટમાં વડાપ્રધાન પદની શપથ લીધી હતી. સામાન્ય રીતે શપથ ગ્રહણ સમારંભ દરબાર હોલમાં યોજાય છે. પરંતુ ત્રણ હજાર મહેમાનોને આમંત્રિત કરવાના કારણે શપથ ગ્રહણ સમારંભ ફોરકોર્ટમાં રાખવામાં આવ્યો છે.

માહીતી અનુસાર ભાજપે ઘણા દેશના રાજનૈતિકોને આમંત્રણ મોકલ્યું છે. સાથે જ પાકિસ્તાનને પણ શપથ ગ્રહણ સમારંભ માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે. વિદેશ મંત્રાલયે શપથ ગ્રહણની તૈયારીઓને પૂરી કરી લીધી છે.

સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે શપથ ગ્રહણ સમારંભમાં નવાઝ શરીફ પણ સામેલ થઇ શકે છે. આવા સમાચારો આવી રહ્યા છે કે નવાઝ આમંત્રણનો સ્વીકાર કરી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે શરીફ ભારતની નવી સરકારની સાથે સારા સંબંધ ઇચ્છે છે. મોદીને ભારે બહુમતી સાથે વિજય મળતા નવાઝ શરીફે તેમને ફોન કરીને અભિનંદન આપ્યા હતા.

જાણકારી અનુસાર, મોદીના શપથગ્રહણ સમારંભ માટે સાર્ક દેશોના રાષ્ટ્રપ્રમુખોને આમંત્રણ આપવામાં આવશે. સાર્ક દેશોમાં ભારત સહિત દક્ષિણ એશિયાના આઠ દેશ સામેલ છે, જેમાં પાકિસ્તાન, અફગાનિસ્તાન, બાંગ્લાદેશ પણ છે. એવામાં એવું માનવામાં આવે છે કે બાંગ્લાદેશની વડાપ્રધાન શેખ હસીના, હામિદ કરજઇ સમારંભમાં સામેલ થઇ શકે છે.

નવાઝ શરીફે મોદીને આપી હતી શુભેચ્છા

નવાઝ શરીફે મોદીને આપી હતી શુભેચ્છા

ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીમાં જીત બાદ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે નરેન્દ્ર મોદીને શુભેચ્છા આપતા તેમને પાકિસ્તાન આવવાનું નિમંત્રણ આપ્યું હતું.

મોદી ત્રીજા વડાપ્રધાન

મોદી ત્રીજા વડાપ્રધાન

મોદી ત્રીજા વડાપ્રધાન બનશે જે રાષ્ટ્રપતિ ભવનના ફોરકોર્ટમાં શપથ લેશે. આ પહેલા ચંદ્રશેખર અને અટલ બિહારી વાજપેઇએ ફોરકોર્ટમાં વડાપ્રધાન પદની શપથ લીધી હતી. સામાન્ય રીતે શપથ ગ્રહણ સમારંભ દરબાર હોલમાં યોજાય છે. પરંતુ ત્રણ હજાર મહેમાનોને આમંત્રિત કરવાના કારણે શપથ ગ્રહણ સમારંભ ફોરકોર્ટમાં રાખવામાં આવ્યો છે.

પાકિસ્તાનને પણ આમંત્રણ

પાકિસ્તાનને પણ આમંત્રણ

માહીતી અનુસાર ભાજપે ઘણા દેશના રાજનૈતિકોને આમંત્રણ મોકલ્યું છે. સાથે જ પાકિસ્તાનને પણ શપથ ગ્રહણ સમારંભ માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે. વિદેશ મંત્રાલયે શપથ ગ્રહણની તૈયારીઓને પૂરી કરી લીધી છે.

નવાઝ શરીફના આવવાની શક્યતા

નવાઝ શરીફના આવવાની શક્યતા

સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે શપથ ગ્રહણ સમારંભમાં નવાઝ શરીફ પણ સામેલ થઇ શકે છે. આવા સમાચારો આવી રહ્યા છે કે નવાઝ આમંત્રણનો સ્વીકાર કરી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે શરીફ ભારતની નવી સરકારની સાથે સારા સંબંધ ઇચ્છે છે. મોદીને ભારે બહુમતી સાથે વિજય મળતા નવાઝ શરીફે તેમને ફોન કરીને અભિનંદન આપ્યા હતા.

શેખ હસીના, હામિદ કરજઇ

શેખ હસીના, હામિદ કરજઇ

જાણકારી અનુસાર, મોદીના શપથગ્રહણ સમારંભ માટે સાર્ક દેશોના રાષ્ટ્રપ્રમુખોને આમંત્રણ આપવામાં આવશે. સાર્ક દેશોમાં ભારત સહિત દક્ષિણ એશિયાના આઠ દેશ સામેલ છે, જેમાં પાકિસ્તાન, અફગાનિસ્તાન, બાંગ્લાદેશ પણ છે. એવામાં એવું માનવામાં આવે છે કે બાંગ્લાદેશની વડાપ્રધાન શેખ હસીના, હામિદ કરજઇ સમારંભમાં સામેલ થઇ શકે છે.

English summary
Pakistani prime minister Nawaz Sharif invited to Modi's swearing in ceremony.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X