For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવાઝ શરીફે કહ્યું 'અમેરિકા ઉકેલે કાશ્મીર મુદ્દો'

|
Google Oneindia Gujarati News

લંડન, 21 ઓક્ટોબર: પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે કાશ્મીર મામલાનો ઉકેલ લાવવા માટે અમેરિકાને દખલ આપવાની માંગ કરી છે. શરીફે જણાવ્યું કે અમેરિકાના હસ્તક્ષેપથી ભારત અને પાકિસ્તાનની વચ્ચેનો વિવાદાસ્પદ કાશ્મીર મુદ્દો ઉકેલાઇ જશે.

એસોસિએટેડ પ્રેસ ઓફ પાકિસ્તાન(એપીપી) અનુસાર ત્રણ દિવસીય અમેરિકા યાત્રા પર ગયેલા શરીફે લંડનમાં પોતાના પડાવ દરમિયાન આ વાતનો ઉલ્લેખ કર્યો. પરંતુ ભારતે શરીફના આ નિવેદનનો વિરોધ કરતા જણાવ્યું કે કાશ્મીર મુદ્દો દ્વિપક્ષીય વાતચીત દ્વારા જ ઉકેલાઇ શકે છે, આમા કોઇ ત્રીજા દેશના હસ્તક્ષેપની જરૂરીયાત નથી.

શરીફે જણાવ્યું કે જુલાઇ 1999માં કારગિલ યુદ્ધના સમયે પોતાની અમેરિકા યાત્રા દરમિયાન તેમણે અમેરિકન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનને જણાવ્યું હતું કે જો અમેરિકા હસ્તક્ષેપ કરે તો કાશ્મીર મુદ્દો ઉકેલાઇ શકે છે. શરીફે જણાવ્યું કે મેં તેમણે જણાવ્યું કે આપ જેટલો સમય મધ્યપૂર્વમાં લગાવો છો, તેનો 10 ટકા ભાગ કાશ્મીર મુદ્દા પર લગાવે તો તે ઉકેલાઇ શકે છે. શરીફ અનુસાર ક્લિંટને આ મામલા પર ધ્યાન આપવા જણાવ્યું હતું, પરંતુ બાદમાં સ્થિતિઓ બદલાઇ ગઇ.

nawaz sharif

શરીફે જણાવ્યું કે ભારત હસ્તક્ષેપ નથી ઇચ્છતું, પરંતુ વિશ્વની શક્તિઓએ આ મુદ્દાને ઉકેલવા માટે આગળ આવવું જોઇએ. તેમણે જણાવ્યું કે બંને દેશ પાછલા 60 વર્ષોથી હથિયારોની આડમાં ઉલજેલા છે. શરીફે જણાવ્યું કે સ્થિતિ ગંભીર બનતી જઇ રહી છે. ભારતે પરમાણુ બોમ્બ બનાવ્યો, માટે અમે પર એવું કર્યું. ભારતે મિસાઇલો બનાવી, માટે અમે પણ બનાવી. આનો ક્યાંક તો અંત હોવો જોઇએ. આપણે સૌએ આ અંગે વિચારવું જોઇએ.

English summary
Nawaz Sharif's demand for US intervention on Kashmir issue.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X