છત્તીસગઢમાં CRPF કેમ્પ પર નક્સલી હુમલો, 3 જવાનો શહિદ, 14 ઘાયલ
છત્તીસગઢમાં ફરી એક વખત નક્સલી હુમલો થયો છે. સીઆરપીએફના કેમ્પ પર થયેલા હુમલામાં સેનાને મોટી જાનહાનિનો સામનો કરવો પડ્યો છે.
અહેવાલો અનુસાર, નક્સલવાદીઓએ સુકમા-બીજાપુર જિલ્લાના સરહદી વિસ્તારના ટેકલગુડેમ ગામમાં CRPF કેમ્પને નિશાન બનાવ્યો. CRPF કેમ્પ પર થયેલા આ હુમલામાં 3 જવાન શહીદ થયા છે અને 14 જવાનો ઘાયલ થયા છે.

હુમલા બાદ તરત જ ઘાયલ જવાનોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે પહોંચેલી ફોર્સે વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને હુમલાખોરોને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે.
ANI અનુસાર, બીજાપુર-સુકમા બોર્ડર પર જોનાગુડા અને અલીગુડા પાસે નક્સલવાદીઓ સાથે ગોળીબારમાં ત્રણ સૈનિકોએ જીવ ગુમાવ્યો અને 14 જવાનો ઘાયલ થયા છે. આઈજી બસ્તર પી સુંદરરાજે કહ્યું કે, આ એ જ જગ્યા છે જ્યાં 2021માં 23 સૈનિકોએ જીવ ગુમાવ્યો હતો.
સુકમાના જોનાગુડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલી ગતિવિધિઓને રોકવા મંગળવારે એક સુરક્ષા શિબિર બનાવવામાં આવી હતી. કેમ્પ બાદ સીઆરપીએફના કોબ્રા સૈનિકો જોનાગુડા-અલીગુડા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા. આ દરમિયાન નક્સલીઓએ જવાનો પર ગોળીબાર કર્યો.
જે બાદ જવાનોએ હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો અને વળતો ગોળીબાર કર્યો પરંતુ નક્સલવાદીઓ જંગલમાં ભાગી ગયા. આ અથડામણમાં ગોળી વાગવાથી 3 જવાન શહીદ થયા છે અને 14 ઘાયલ જવાનોને પહેલા હેલિકોપ્ટર દ્વારા જગદલપુર લાવવામાં આવ્યા છે. અહીંથી તેને સારવાર માટે રાયપુર મોકલવામાં આવ્યા છે.
#UPDATE | Three jawans succumbed to their injuries and 14 remain injured following the exchange of fire with naxals near Jonaguda & Aliguda at Bijapur- Sukma Border. #Chhattisgarh pic.twitter.com/3VWZA84I6w
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) January 30, 2024
બીજાપુર-સુકમા બોર્ડર પર જોનાગુડા અને અલીગુડા નજીક નક્સલવાદીઓ સાથેના ગોળીબાર પર આઈજી બસ્તર પી સુંદરરાજે કહ્યું કે, 3 સૈનિકો શહીદ થયા છે. અમારા સૈનિકોએ ગોળીબારનો જડબાતોડ જવાબ આપ્યો, ઓછામાં ઓછા 6 નક્સલી કેડરોને ઠાર કરાયા છે.
આ ત્રણેય જવાનો ઘટના દરમિયાન ઘાયલ થયા હતા અને પછી શહીદ થયા છે. 14 ઘાયલ સૈનિકોને રાયપુરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. તમામ સૈનિકોની હાલત સ્થિર છે.












Click it and Unblock the Notifications
