નક્સલવાદીઓએ CRPF જવાનોના શબ વિકૃત કરી નાંખ્યા હતા..

Written By:
Subscribe to Oneindia News

છત્તીસગઢ માં સીઆરપીએફ જવાનો પર થયેલો હુમલો એ હાલના સમયમાં થયેલ સૌથી ભાયવહ અને ક્રૂર હુમલામાંનો એક છે. આ હુમલામાં 25 જવાનોનું મૃત્યુ થયું હતું. પોલીસે આપેલ માહિતી અનુસાર, સીઆરપીએફ જવાનો અને નક્સલવાદી ઓ વચ્ચે લગભગ ચાર કલાક સુધી ચાલેલી આ અથડામણ બાદ જવાનોના જે શબ મળ્યા તે વિકૃત થઇ ચૂક્યાં હતા.

crpf

આ હુમલામાં જે રીતે નક્સલવાદીઓએ જવાનોને માર્યા છે, એ બતાવે છે કે તેમણે વેર વાળ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મોટાભાગના જવાનોના શબ નક્સલવાદીઓએ વિકૃત કરી નાંખ્યા હતા.

આ હુમલાની તપાસમાં બહાર આવ્યું છે કે, હુમલાનો મુખ્ય હેતુ એ વિસ્તારના વિકાસના કામમાં મદદ કરવાનો નહીં, પરંતુ જવાનોને પાઠ ભણાવવાનો હતો. સુકમા ખાતે એક મુખ્ય રોડનું નિર્માણકામ ચાલી રહ્યું છે, જેમાં સીઆરપીએફ જવાનો પણ મદદ કરી રહ્યાં હતા. આ વાતનો નક્સલવાદીઓના મનમાં વિરોધ હતો, કારણ કે રોડનું નિર્માણકામ એટલે વિકાસ અને વિકાસનો અર્થ છે તેમની કહેવાતી વિચારધારા અને ઉદ્દેશ્યનો પરાજય. વધુમાં, આ રોડ તેમના મુખ્ય વિસ્તારોમાંથી થઇને નીકળતો હતો, જે તેમને કોઇ પણ ભોગે મંજૂર નહોતું.

વધુ વાંચો - શું નોટબંધીના કારણે નક્સલવાદને કંઇ અસર થઇ છે? લાગતું નથી!

અહીં વધુ એક ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે, નક્સવાદીઓએ આ હુમલામાં લેન્ડમાઇન્સનો ઉપયોગ નથી કર્યો. સ્પષ્ટ છે કે, તેમનો હેતુ સુરક્ષા દળને ગોળીબારમાં વ્યસ્ત કરી તેમના હથિયારો લૂંટવાનો હતો. સીઆરપીએફના કર્મચારી જણાવ્યું કે, તેમનો હેતુ જવાનોને ઇજાગ્રસ્ત કરી હથિયારો લૂંટવાનો હતો.

English summary
The analysis of the attack which was conducted suggests that the prime intention was to send a strong message to the CRPF not to help with developmental work in the area.
Please Wait while comments are loading...