For Quick Alerts
For Daily Alerts
નક્સલીઓએ આસારામને ધમકાવ્યા, કહ્યું ઔરંગાબાદમાંથી આશ્રમ હટાવો
ઔરંગાબાદ, 15 ડિસેમ્બર: આદ્યાત્મિક ગુરૂ આસારામ બાપુના દિવસો એટલા ખરાબ આવ્યા છે કે નક્સલીઓ પણ ધમકી આપવા લાગ્યા છે. તાજા ઘટનાક્રમ મુજબ બિહારમાં નક્સલીઓએ આસારામના આશ્રમને ધમકી આપી છે. નક્સલીઓ માંગણી કરી રહ્યાં છે કે ઔરંગાબાદમાં આસારામનો જે આશ્રમ છે તેને ત્યાંથી હટાવવામાં આવે.
કિશોરી સાથે યૌન શોષણના આરોપી આસારામ હાલ જોધપુર જેલમાં બંધ છે. 16 વર્ષીય કિશોરીએ આસારામ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. પીડિતાના અનુસાર યૌન શોષણની ઘટના 15 ઓગષ્ટની છે. 20 ઓગષ્ટના રોજ ફરિયાદ દાખલ કરાવી હતી.
સુરતમાં પણ પરણિત મહિલાએ આસારામ વિરૂદ્ધ બળાત્કારનો કેસ દાખલ કરાવ્યો છે. પીડિતાની બહેન આસારામના પુત્ર નારાયણ સાંઇ વિરૂદ્ધ બળાત્કારનો કેસ દાખલ કરાવ્યો છે.