મહારાષ્ટ્રઃ મંત્રી નવાબ મલિક પર ભડકી સમીર વાનખેડેની બહેન યાસ્મીન, કરશે FIR, જાણો શું કહ્યુ?

આર્યન ખાન સાથે જોડાયેલ ડ્રગ્સ કેસમાં, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો(એનસીબી)ના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેની બહેન યાસ્મીન વાનખેડેએ મુંબઈ પોલિસનો સંપર્ક કર્યો.

મુંબઈઃ અભિનેતા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન સાથે જોડાયેલ ડ્રગ્સ કેસમાં, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો(એનસીબી)ના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેની બહેન યાસ્મીન વાનખેડેએ મુંબઈ પોલિસનો સંપર્ક કર્યો. જ્યાં યાસ્મીને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(એનસીપી)ના નેતા અને મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક સામે એક લેખિત ફરિયાદ કરી. યાસ્મીને કહ્યુ કે, 'મારા અને મારા ભાઈ સામે નવાબ મલિક જે કંઈ કરી રહ્યા છે, તેનાથી અમને ઠેસ પહોંચી છે. અમને ધમકીઓ મળી રહી છે, સતત ફોન-કૉલ્સ આવી રહ્યા છે... આ બધા માટે નવાબ મલિક સામે એફઆઈઆર નોંધવામાં આવે. તેમના પર કાનૂની કાર્યવાહી કરવામાં આવે.'

Sameer Wankhedes sister

માહિતી મુજબ સમીર વાનખેડેની બહેન યાસ્મીન વાનખેડેએ મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક સામે મુંબઈ પોલિસ અને મહિલા પંચ બંનેને લેખિતમાં ફરિયાદ કરી છે. જો કે હજુ સુધી તેમની ફરિયાદના આધારે કોઈ એફઆઈઆર નોંધવામાં આવી નથી. પોલિસના જણાવ્યા અનુસાર યાસ્મીન વાનખેડેએ ગયા સપ્તાહે એક પત્ર સોંપ્યો જેમાં દાવો કરવામાં આવ્યો કે તેમના પૂરા પરિવારને ફોન કૉલ આવી રહ્યા છે અને તેમને ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપવામાં આવી રહી છે. વળી, યાસ્મીન વાનખેડેએ પોતાની ફરિયાદની એક કૉપી રાષ્ટ્રીય મહિલા પંચ(એનસીડબ્લ્યુ)ને પણ મોકલી છે.

ઓશિવારા પોલિસ સ્ટેશનના એક અધિકારીએ કહ્યુ કે યાસ્મીન વાનખેડેની ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે નવાબ મલિકે ડ્રગ્સ કેસમાં તપાસકર્તા સમીર વાનખેડેના અંગત જીવન વિશે આરોપ લગાવ્યા હતા માટે તેમને આખો પરિવાર ધમકીભર્યા કૉલ્સના કારણે ડરમાં જીવી રહ્યો છે. યાસ્મીન વાનખેડેએ પોલિસ સમક્ષ ફરિયાદમાં કહ્યુ, 'તમને અનુરોધ છે કે મારી ફરિયાદોનુ સંજ્ઞાન લો જેથી એક મહિલા તરીકે મારા બંધારણીય અધિકારોની રક્ષા કરી શકાય અને સંબંધિત પોલિસ સ્ટેશનને નોંધણી માટે યોગ્ય નિર્દેશ આપીને કાયદા મુજબ નામિત આરોપી માટે યોગ્ય પગલા લેવાનો અનુરોધ કરી શકાય.'

ઓશિવારા પોલિસના વરિષ્ઠ પોલિસ નિરીક્ષક સંજય બંદલેએ કહ્યુ, 'હજુ સુધી કોઈ એફઆઈઆર નોંધવામાં આવી નથી.' તેમણે દાવો કર્યો હતો કે પોલિસ સ્ટેશનમાં ફરિયાદ મળવાના સમયે તે રજા પર હતા. આ તરફ મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક ખુદ એનસીબી મુંબઈના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે અને તેમના પરિવાર સામે સતત હુમલા કરી રહ્યા છે. થોડી વાર પહેલા નવાબ મલિકે ટ્વિટર પર ફ્લેચર પટેલનો એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટનો સ્ક્રીનશૉટ પણ પોસ્ટ કર્યો જેમાં તેમણે યાસ્મીન વાનખેડેને લેડી ડૉન ગણાવી. આ ઉપરાંત નવાબ મલિકે સમીર વાનખેડેના ધર્મ વિશે પણ ઘણી પોસ્ટ કરી છે.

છેવટે કેમ તૂલ પકડી રહ્યુ છે ડ્ર્ગ્સ કેસ?

આ મહિનાની શરૂઆતમાં મુંબઈના એક ક્રૂઝ શિપ પર ડ્ર્ગ્સની રેડ દરમિયાન શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન અને અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી આ કેસ હાઈલાઈટ થઈ રહ્યો છે. ડ્ર્ગ્સ કેસની તપાસ કરી રહેલ એનસીબીના અધિકારી સમીર વાનખેડે પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X