આર્યન ખાન સાથે સેલ્ફીમાં દેખાતા NCBના સાક્ષી ભાગેડુ કિરણ ગોસાવીની પૂણેથી ધરપકડ
પૂણે પોલિસે મુંબઈ ડ્રગ્સ-ઑન-ક્રૂઝ મામલે એનસીબીના સાક્ષી કિરણ ગોસાવીની પૂણેથી ધરપકડ કરી છે. પૂણે પોલિસે આ વાતની પુષ્ટિ પણ કરી છે.
પૂણેઃ પૂણે પોલિસે મુંબઈ ડ્રગ્સ-ઑન-ક્રૂઝ મામલે એનસીબીના સાક્ષી કિરણ ગોસાવીની પૂણેથી ધરપકડ કરી છે. પૂણે પોલિસે આ વાતની પુષ્ટિ પણ કરી છે. પૂણે પોલિસે કહ્યુ છે કે કિરણ ગોસાવીને છેતરપિંજી મામલે પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. કિરણ ગોસાવીએ હજુ હાલમાં જ કહ્યુ હતુ કે તે લખનઉમાં આત્મસમર્પણ કરશે પરંતુ પોલિસે તેના આત્મસમર્પણનો સ્વીકાર કર્યો નહિ. પૂણે પોલિસ કમિશ્નર અમિતાભ ગુપ્તાએ કહ્યુ છે કે કિરણ ગોસાવીની ધરપકડ કરવામાં આવી છે. કિરણ ગોસાવી એ જ એનસીબીનો સાક્ષી છે જેનો ફોટો શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન સાથે વાયરલ થયો હતો.

છેતરપિંડીના કેસમાં 3 વર્ષથી ફરાર હતો કિરણ ગોસાવી
પૂણે પોલિસ કમિશ્નર અમિતાભ ગુપ્તાએ જણાવ્યુ કે કિરણ ગોસાવીને 2018 છેતરપિંડીના એક કેસમાં કસ્ટડીમાં લેવામાં આવ્યો છે જેમાં તે ફરાર હતો. પૂણે પોલિસ કમિશ્નર અમિતાભ ગુપ્તાએ આગળ કહ્યુ કે 2019માં પૂણે સિટી પોલિસે કિરણ ગોસાવીને વૉન્ટેડ ઘોષિત કર્યો હતો. તે ત્યારથી ગુમ હતો અને તેને માત્ર એનસીબીના સાક્ષી તરીકે ક્રૂઝ રેડ દરમિયાન જોવામાં આવ્યો હતો. 14 ઓક્ટોબરે પોલિસે તેની સામે લુકઆઉટ સર્ક્યુલર જાહેર કર્યુ હતુ.

આર્યન ખાન સાથે વાયરલ થઈ હતી કિરણ ગોસાવીની સેલ્ફી
કિરણ ગોસાવીને બૉલિવુડ સુપરસ્ટાર શાહરુખ ખાનના દીકરી આર્યન ખાન સાથે એક ક્રૂઝ પર એનસીબીની રેડ બાદ એક સેલ્ફીમાં જોવામાં આવ્યો હતો. આ સેલ્ફી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી. મુંબઈ ડ્રગ્સ-ઑન-ક્રૂઝ કેસમાં આર્યન ખાનની એનસીબીએ 3 ઓક્ટોબરના રોજ ધરપકડ કરી હતી. આર્યન હાલમાં મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે. મીડિયાને સંબોધિત કરીને એનસીબીના ઉપ મહાનિર્દેશક જ્ઞાનેશ્વર સિંહે પુષ્ટિ કરી હતી કે કિરણ ગોસાવી અને મનીષ ભાનુશાળી રેડ દરમિયા અને બાદમાં એજન્સીના સાક્ષી હતા જેના કારણે આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને છ અન્યની ધરપકડ કરવામાં આવી હતી.

25 કરોડની ડીલ વિશે શું કહ્યુ કિરણ ગોસાવીએ
ધરપકડ કરાતા પહેલા કિરણ ગોસાવીએ કહ્યુ, 'પ્રભાકર સેલ(જેણે 25 કરોડની લાંચની વાત કરી હતી) જૂઠ બોલી રહ્યો છે. હું બસ એટલો અનુરોધ કરવા માંગુ છે કે તેનો સીડીઆર રિપોર્ટ જાહેર કરવો જોઈએ। મારો સીડીઆર રિપોર્ટ અથવા ચેટ જાહેર કરવામાં આવી શકે છે. પ્રભાકર સેલ અને તેના ભાઈનો સીડીઆર રિપોર્ટ, સાથે જ ચેટ, બધુ સ્પષ્ટ થઈ જશે.' કિરણ ગોસાવીએ કહ્યુ, 'કમસે કેસ એક મંત્રી કે મહારાષ્ટ્ર વિપક્ષના કોણ પણ નેતાએ મારી સાથે ઉભુ રહેવુ જોઈએ. કમસે કમ મુંબઈ પોલિસને અનુરોધ કરવો જોઈએ કે હું શું માંગી રહ્યો છુ. એક વાર રિપોર્ટ આવ્યા બાદ બધુ સ્પષ્ટ થઈ જશે.' તમને જણાવી દઈએ કે પ્રભાકર સેલે કોર્ટમાં આરોપનામુ દાખલ કરીને દાવો કર્યો હતો કે આર્યન ખાનને છોડવા માટે શાહરુખ ખાન પાસે 25 કરોડ માંગવામાં આવ્યા હતા પરંતુ ડીલ 18 કરોડમાં નક્કી થઈ હતી જેમાંથી 8 કરોડ એનસીબી અધિકારી સમીર વાનખેડેને મળવાના હતા.












Click it and Unblock the Notifications
