પાઠ્ય પુસ્તકોમાંથી મુઘલો સાથે જોડાયેલા પ્રકરણો હટાવવા મુદ્દે NCERT નો ખુલાસો, જાણો શું કહ્યું?

નવી દિલ્હી : નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એટલે કે NCERT એ ઈતિહાસના પુસ્તકોમાંથી મુઘલ સામ્રાજ્યને લગતા પ્રકરણો હટાવવા મુદ્દે ખુલાસો કર્યો છે. NCERT તરફથી કહેવાયુ છે કે, એ ચેપ્ટરને અભ્યાસક્રમમાંથી હટાવાયા છે જેને હટાવવાથી વિદ્યાર્થીઓના જ્ઞાન પર કોઈ અસર નહીં થાય. એક નિવેદનમાં NCERTના ડાયરેક્ટર દિનેશ પ્રસાદ સકલાનીએ જણાવ્યુ કે, મુઘલોના વિષય પરના પ્રકરણો હટાવવાની વાત જૂઠ છે.

NCERT

હાલમાં જ NCERT એ ધોરણ 12 ના વિષયોના અભ્યાસક્રમમાં ફેરફાર કર્યો છે. કેટલાક પ્રકરણો અભ્યાસક્રમમાંથી હટાવી દેવાયા છે. આ પ્રકરણોમાં મુઘલો સાથે જોડાયેલ પ્રકરણ દૂર કરવામાં આવ્યા છે. આનો અર્થ છે કે હવે વિદ્યાર્થીઓ મુઘલ સામ્રાજ્યનો ઇતિહાસ નહીં ભણે. આ ફેરફાર પછી તમામ બોર્ડ આ નવા નિયમનું પાલન કરશે. CBSE બોર્ડના ઇન્ટરમીડિયેટના અભ્યાસક્રમમાં પણ ફેરફાર થશે. આ સિવાય યુપી બોર્ડના પુસ્તકોમાં પણ ફેરફાર થશે.

આ મુદ્દે વાત કરતા NCERTના ડાયરેક્ટર દિનેશ પ્રસાદ સકલાનીએ કહ્યું કે, આ જુઠ્ઠું છે. મુઘલોના વિષય છોડવામાં આવ્યા નથા. ગયા વર્ષે કોવિડને કારણે વિદ્યાર્થીઓ પર વધુ દબાણ હતું. નિષ્ણાત સમિતિઓ NCRT એ 6 થી 12 ના પુસ્તકોના અભ્યાસક્રમની તપાસ કરી. તેઓએ ભલામણ કરી કે જો કેટલાક પ્રકરણો દૂર કરવામાં આવે તો તેનાથી બાળકોના જ્ઞાન પર કોઈ અસર નહીં થાય. NCRTએ આમ વિદ્યાર્થીઓ પરનો બિનજરૂરી બોજ દૂર કરવાનો નિર્ણય લીધો છે. આ અંગેની દલીલો બિનજરૂરી છે. જે નથી જાણતા તે પાઠ્ય પુસ્તકો ચકાસી શકે છે.

દિનેશ પ્રસાદ સકલાણીએ વધુમાં જણાવ્યું કે, અમે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 મુજબ કામ કરી રહ્યા છીએ. NEP 2020 સામગ્રી લોડ ઘટાડવાની વાત કરે છે. અમે તેનો અમલ કરી રહ્યા છીએ. શાળા શિક્ષણ માટે NCF (નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક) બનાવવામાં આવી રહ્યું છે. તેને ટૂંક સમયમાં આખરી ઓપ આપવામાં આવશે. NEP મુજબના પાઠ્યપુસ્તકો 2024માં છાપવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X