For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શરદ પવારના સ્ટાફમાંથી 6 લોકો કોરોના સંક્રમિત, એનસીપી ચીફનો રિપોર્ટ નેગેટીવ

એનસીપી પ્રમુખ શરદ પવારના મુંબઈ સ્થિત ઘરના છ કર્મચારીઓ કોરોના સંક્રમિત મળી આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ એનસીપી પ્રમુખ શરદ પવારના મુંબઈ સ્થિત ઘરના છ કર્મચારીઓ કોરોના સંક્રમિત મળી આવ્યા છે. આમાંથી ચાર તેમના સુરક્ષાકર્મીઓ છે. ઘરમાં કાર્યરત છ લોકોનો કોરોના પૉઝિટીવ મળી આવ્યા બાદ શરદ પવારે પણ પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો, તેમનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. તેમછતાં પવારે આગલા અમુક દિવસો આઈસોલેશનમાં રહેવાનો નિર્ણય લીધો છે.

sharad pawar

79 વર્ષીય શરદ પવારે પોતાના સુરક્ષાકર્મીઓ અને અમુક સહયોગીઓના કોરોના પૉઝિટીવ આવ્યા બાદ ગયા સપ્તાહે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તપાસ કરાવી હતી. મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કોવિડ-19 તપાસમાં નેગેટીવ મળી આવ્યા છે. જો કે સાવચેતી રૂપે તે ચાર દિવસ માટે સેલ્ફ આઈસોલેશનમાં જતા રહ્યા છે અને કોઈને ન મળવાો નિર્ણય લીધો. મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ સોમવારે કહ્યુ હતુ કે પવાર સંક્રમિત નથી પરંતુ તેમને આગલા અમુક દિવસો સુધી કોઈ પ્રવાસ કરવાની સલાહ આપવામાં આવી છે. તેમણે જણાવ્યુ કે પ્રક્રિયા મુજબ સંક્રમિત મળી આવેલ શરદ પવારના રસોઈયા અને સુરક્ષાકર્મીઓના સંપર્કમાં આવનાર લોકોને શોધવાની પ્રક્રિયા ચાલુ છે.

મહારાષ્ટ્રમાં ઘણા નેતાઓમાં કોરોના સંક્રમણ મળ્યુ છે. બે દિવસ પહેલા જ મહારાષ્ટ્રના સહકારિતા મંત્રી બાળાસાહેબ પાટિલનુ નામ પણ શામેલ થઈ ગયુ છે. શુક્રવારે પાટિલ પણ કોરોના સંક્રમિત મળી આવ્યા અને કરાડની એક હોસ્પિટલમાં ઈલાજ માટે ભરતી થયા છે. આ પહેલા મહારાષ્ટ્રના એક મંત્રી અશોક ચવ્હાણ, કોંગ્રેસ નેતા અસલમ શેખ, જિતેન્દ્ર અહ્વાડ, ધનંજય મુંડે, રાકાંપના સંજય બંસોદ અને શિવસેનાના અબ્દુલ સત્તાર સંક્રમિત મળી આવ્યા અને ઈલાજ બાદ ઠીક થઈ ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં દેશના સૌથી વધુ કોરોના કેસ છે જે 6 લાખ પાસે પહોંચી ગયા છે અને મૃતકોની સંખ્યા 20 હજારને પાર થઈ ગઈ છે.

લૉકડાઉન બાદ માત્ર 10% માઈગ્રન્ટ કામદારો સુરત પાછા ફર્યા, દિવાળી પછી આવવાની સંભાવના લૉકડાઉન બાદ માત્ર 10% માઈગ્રન્ટ કામદારો સુરત પાછા ફર્યા, દિવાળી પછી આવવાની સંભાવના

English summary
NCP cheif Sharad Pawar residence staff Six persons test Covid19 positive, ncp cheif Tests Negative
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X