
મહારાષ્ટ્રઃ આ કારણસર રાજ્યપાલને આજે મળશે એનસીપી, કોંગ્રેસ અને શિવસેના
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે એનસીપી, કોંગ્રેસ અને શિવસેના વચ્ચે સત્તાની ફોર્મ્યુલા નક્કી થઈ ગઈ છે. આજે ત્રણે પાર્ટીના નેતાઓ રાજ્યપાલ સાથે મુલાકાત કરશે. પરંતુ આ મુલાકાતનો ઉદ્દેશ્ય સરકારની રચના નહિ પરંતુ ખેડૂતો સાથે જોડાયેલો છે. જણાવવામાં આવી રહ્યુ છે કે આ દરમિયાન ખેડૂતોના નુકશાન પર ચર્ચા કરવામાં આવશે. સરકારની રચના કયા દિવસે થશે એ હજુ નક્કી થઈ શક્યુ નથી.

બાલાસાહેબ ઠાકરેની પુણ્યતિથિ પર સરકાર બને
આના પર એનસીપી અધ્યક્ષ શરદ પવાર માત્ર એક દિવસ પહેલા કહી ચૂક્યા છે કે હજુ સરકાર બનાવવામાં સમય લાગશે. હવે પવાર શનિવારે સોનિયા ગાંધી સાથે પણ મુલાકાત કરશે. સૂત્રો અનુસાર શિવસેના એ ઈચ્છે છે કે કાલે એટલે કે બાલાસાહેબ ઠાકરેની પુણ્યતિથિ પર સરકાર બને.

શું કહ્યુ ભાજપે?
આ વાતો દરમિયાન મહારાષ્ટ્રે ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે કહ્યુ છે કે ભાજપને રાજ્યમાં 199 ધારાસભ્યોનુ સમર્થન છે અને રાજ્યમાં માત્ર ભાજપ જ એક સ્થિર સરકાર બનાવી શકે છે. પાટિલે કહ્યુ કે ભાજપને 14 અપક્ષ ધારાસભ્યોનુ સમર્થન છે, અમારી પાસે કુલ મળીને 119 ધારાસભ્યોની સંખ્યા છે. જેના કારણે દેવેન્દર ફડણવીસે કહ્યુ હતુ કે અમારા વિના સરકાર ન બની શકે.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રઃ રવિવારે પવાર અને સોનિયા ગાંધી લગાવી શકે છે સરકાર રચના પર અંતિમ મહોર

શું ફોર્મ્યુલા નક્કી થઈ?
મહારાષ્ટ્રમાં એક સાથે સરકાર બનાવવા માટે લઘુત્તમ સંયુક્ત કાર્યક્રમનો ડ્રાફ્ટ તૈયાર છે. શિવસેના સાથે જોડાયેલા સૂત્રો અનુસાર સંયુક્ત કાર્યક્રમમા શિવસેના કટ્ટર હિંદુત્વનો ત્યાગ કરશે અને કોંગ્રેસ મુસ્લિમ તુષ્ટિકરણનો ત્યાગ કરશે. જણાવવામાં આવી રહ્યુ છે કે જે રીતે શિવસેના વીર સાવરકરના નામથી દૂર રહેશે અને કટ્ટર હિંદુત્વની વિચારધારાથી પોતાને દૂર રાખશે બરાબર એવી જ રીતે કોંગ્રેસ અને એનસીપી પણ મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેના નામથી દૂર રહેશે.

મુખ્યમંત્રી કોણ હશે?
એનસીપીએ રાજ્યના મુખ્યમંત્રી પદ વિશે પણ મોટુ નિવેદન આપ્યુ છે. એનસીપી પાર્ટીના પ્રવકતા નવાબ મલિકે આના પર કહ્યુ કે, ‘સવાલ વારંવાર પૂછવામાં આવી રહ્યો છે કે શિવસેનાના સીએમ હશે શું? સીએમના પદ માટે જ શિવસેના અને ભાજપ વચ્ચે વિવાદ થયો તો નિશ્ચિત રૂતે સીએમ શિવસેનાના હશે. શિવસેનાને અપમાનિત કરવામાં આવી છે, તેમનુ સ્વાભિમાન જાળવી રાખવુ અમારી જવાબદારી બને છે.'