For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અભણ ગમારની જેમ વાત કરે છે પીએમ મોદીઃ NCP નેતા માજિદ મેમણનું વિવાદિત નિવેદન

એનસીપીના એક વરિષ્ઠ નેતા માજિદ મેમણે પીએમ મોદી માટે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી 2019ના પહેલા તબક્કા માટે મતદાનમાં હવે માત્ર 10 દિવસ બાકી રહ્યા છે. એવામાં ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવી રહેલા નેતાઓ પોતાનો પ્રચાર જોરશોરમાં શરૂ કરી દીધો છે. વળી, વિપક્ષી દળો પર તેમના હુમલા પણ વધી રહ્યા છે. નેતાઓના વિવાદિત નિવેદનો પણ વધી રહ્યા છે. હવે એનસીપીના એક વરિષ્ઠ નેતા માજિદ મેમણે પીએમ મોદી માટે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો છે.

NCP નેતા માજિદ મેમણેનું વાંધાજનક નિવેદન

NCP નેતા માજિદ મેમણેનું વાંધાજનક નિવેદન

એએનઆઈ ન્યૂઝ સાથે વાતચીતમાં NCP નેતા માજિત મેમણે પીએમ મોદી પર નિશાન સાધ્યુ. માજિદ મેમણે કહ્યુ, ‘મને લાગે છે કે પ્રધાનમંત્રી એક અભણ, ગમાર અને રસ્તે ચાલતા માણસની જેમ વાત કરે છે. તે આટલા મોટા પદ પર બેઠા છે, તેમનુ પદ એક બંધારણીય પદ છે, એ બંધારણીય પર પર પ્રધાનમંત્રી રસ્તામાં નથી ચૂંટાતા.'

ગઠબંધન તરફથી પીએમ પદના ઉમેદવાર વિશે શું બોલ્યા?

માજિદ ભાજપના એ કટાક્ષનો જવાબ આપી રહ્યા હતા જેમાં અમિત શાહથી લઈને પીએમ મોદી સુધીએ કટાક્ષ કરતા પૂછ્યુ હતુ કે પ્રધાનમંત્રી પદ માટે ગઠબંધન તરફથી ઉમેદવાર કોણ છે. માજિદે કહ્યુ કે દરેક ક્ષેત્રમાંથી એક સાંસદ ચૂંટાય છે જે મળીને પ્રધાનમંત્રીની પસંદગી કરે છે, આ જ બંધારણીય પ્રક્રિયા છે. બહુમત બાદ જ કોઈ પ્રધાનમંત્રી ચૂંટવામાં આવે છે.

પહેલા પણ પીએમ મોદી પર સાધતા રહ્યા છે નિશાન

પહેલા પણ પીએમ મોદી પર સાધતા રહ્યા છે નિશાન

માજિદ મેમણ પહેલા પણ પીએમ મોદી પર નિશાન સાધતા રહ્યા છે. ગયા વર્ષે પણ તેમણે પીએમ મોદી પર નિશાન સાધ્યુ હતુ. તે વ્હોરા સમાજના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. માજિદ મેમણે કહ્યુ હતુ, ‘પીએમ મોદી વ્હોરા સમાજ પાસે એ વિચારે ગયા કે કદાચ મુસલમાનોને રીઝાવી લેવાશે પરંતુ તે ના આ બાજુના રહ્યા ના પેલી બાજુના રહ્યા. આ ધોબીના કૂતરા જેવી વાત થઈ જાય છે.' માજિદ મેમણે પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યુ હતુ કે તેમની હાલત એવી છે કે જ્યાં તે કટ્ટર હિંદુવાદથી થોડા હટે કે વીએચપી અને આરએસએસ તરફથી તેમનુ ગળુ પકડી લેવામાં આવે છે.

આ પણ વાંચોઃ અમિત શાહે જણાવ્યો 2019માં જીતનો મંત્ર, આ રાજ્યો બનાવશે ફરીથી મોદી સરકારઆ પણ વાંચોઃ અમિત શાહે જણાવ્યો 2019માં જીતનો મંત્ર, આ રાજ્યો બનાવશે ફરીથી મોદી સરકાર

English summary
NCP Majeed Memon says, pm narendra modi talks like illiterate
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X