કોંગ્રેસના એક્ઝિટ પોલમાં પણ UPAથી આગળ નિકળ્યું NDA
કોંગ્રેસના એક્ઝિટ પોલમાં પણ UPAથી આગળ નિકળ્યું NDA
એક્ઝિટ પોલના અનુમાનને લઈ ભાજપમાં જશ્નનો માહોલ છે તો વિપક્ષ આને નકારી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસનો પોતાનો એક્ઝિટ પોલ સામે આવ્યો છે. જે મુજબ ભાજપ 200થી નીચે અને એનડીએ 30 સીટ પર અટકી જશે, જ્યારે કોંગ્રેસને એકલાને 140 સીટ મળી રહી છે. કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું કે પાર્ટીના સર્વેમાં યૂપીએ 195થી વધુ સીટ જીતી રહ્યું છે. પાર્ટીના આ આંતરિક સર્વેના હિસાબે કોંગ્રેસને અપેક્ષા છે કે યૂપીએ તમિલનાડુ, કેરળ અને પંજાબમાં સારું પ્રદર્શન કરે. કોંગ્રેસ બિહાર, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઝારખંડ અને હરિયાણામાં પણ સારું પ્રદર્શન કરશે. કોંગ્રેસનું માનવું છે કે યૂપીએ બિહારમાં 15, મહારાષ્ટરમાં 22-24, તમિલનાડુમાં 34, કેરળમાં 15, ગુજરાતમાં 7, કર્ણાટકમાં 11-13, પશ્ચિમ બંગાળમાં 2, મધ્ય પ્રદેશમાં 8-10, હરિયાણામાં 5-6, રાજસ્થાનમાં 6-7 સીટ જીતશે.

કોંગ્રેસનો એક્ઝિટ પોલ
આ ઉપરાંત યુપીએ ઉત્તર પ્રદેશમાં 5, દિલ્હીમાં 2, પંજાબમાં 9, છત્તીસગઢમાં 9, ઓરિસ્સામાં 2, તેલંગાણામાં 2, જમ્મુ અને કાશ્મીરમાં 2, હિમાચલ પ્રદેશમાં 1 તથા ગોવામાં એક, ઝારખંડમાં 5, ઉત્તરાખંડમાં 2, પૂર્વોત્તરના રાજ્યોમાં 9-10, આસામમાં 6, અરુણાચલ પ્રદેશમાં 1, મેઘાલયમાં 2 અને નાગાલેન્ડમાં 1 સીટ પર જીત હાંસલ કરશે. કોંગ્રેસના સર્વેમાં એનડીએ બહુમતના આંકડાને નથી અડકી રહ્યું. ભાજપને 200થી ઓછી સીટ મળી રહી છે, જ્યારે એનડીએ 230 સીટ જીતી શકે છે. એટલે કે બહુમતના આંકડાથી 40 ીટ ઓછી.
|
રાહુલે કાર્યકર્તાઓને કરી અપીલ
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઈવીએમ પર મચેલ બબાલ વચ્ચે પાર્ટી કાર્યકર્તાઓને અપીલ કરી છે. રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું કે આગામી 24 કલાક મહત્વપૂર્ણ છે. સતર્ક અને સચેત રહો. ડરો નહિ. તમે સત્ય માટે લડી રહ્યા છો. ડમી એક્ઝિટ પોલના દુષ્પ્રચારથી નિરાશ ન થાવ. ખુદ પર અને કોંગ્રેસ પાર્ટી પર વિશ્વાસ રાખો, તમારી મહેનત બેકાર નહિ જાય.

આજતક અને એક્ઝિસ માઈ ઈન્ડિયાના એક્ઝિટ પોલ
આજતક અને એક્સિસ માઈ ઈન્ડિયાના એક્ઝિટ પોલ મુજબ એનડીએને 330થી 365 સીટ મળી શકે છે, જ્યારે યૂપીએને 77-108 સીટ મળવાનું અનુમાન જતાવવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશમાં સપા-બસપા ગઠબંધનને 10-16 સીટ મળી રહી છે જ્યારે અન્યોને 59-79 સીટ મળવાનું અનુમાન છે.












Click it and Unblock the Notifications
