For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહાર પછી હવે યુપીમાં ભાજપની મુસીબત વધી, અપના દળે 5 સીટો માંગી

2019 લોકસભા ચૂંટણી પહેલા સીટોની વહેંચણી અંગે એનડીએ પાર્ટીઓમાં ધમાસણ મચ્યું છે. બિહાર પછી હવે યુપીમાં ભાજપના સહયોગી દળો આવનારી લોકસભા ચૂંટણી માટે તેમના પર જબરજસ્ત દબાવ બનાવી રહી છે.

|
Google Oneindia Gujarati News

2019 લોકસભા ચૂંટણી પહેલા સીટોની વહેંચણી અંગે એનડીએ પાર્ટીઓમાં ધમાસણ મચ્યું છે. બિહાર પછી હવે યુપીમાં ભાજપના સહયોગી દળો આવનારી લોકસભા ચૂંટણી માટે તેમના પર જબરજસ્ત દબાવ બનાવી રહી છે. બિહારમાં પહેલાથી જ સીટોની વહેંચણીને કારણે ઉપેન્દ્ર કુશવાહ અલગ થઇ ચુક્યા છે. હવે ઉત્તરપ્રદેશમાં એનડીએ માટે પરેશાની વધી ચુકી છે કારણકે અપના દળે પોતાના પાર્ટી પ્રમુખ આશિષ પટેલ માટે રાજ્યમાં કેબિનેટ મંત્રીનું પદ અને 2019 લોકસભા ચૂંટણીમાં પોતાના ઉમેદવારો માટે ઓછામાં ઓછી 5 સીટોની માંગ કરી છે. આપને જણાવી દઈએ કે આશિષ પટેલ અનુપ્રિયા પટેલના પતિ છે. આપને જણાવી દઈએ કે વર્ષ 2014 લોકસભા ચૂંટણી માં અપના દળને 2 સીટો આપવામાં આવી હતી, પાર્ટીએ બંને સીટો પર જીત મેળવી હતી. એટલું જ નહીં પરંતુ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં અપના દળને 11 સીટો આપવામાં આવી હતી જેમાંથી 9 સીટો પર તેમને શાનદાર જીત મેળવી હતી.

આ પણ વાંચો: નીતિન ગડકરીનો દાવોઃ આગામી 3 મહિનામાં 80%, 2020 સુધી આખી ગંગા થઈ જશે સાફ

ઉત્તરપ્રદેશની યોગી સરકારમાં તેમને યોગ્ય સ્થાન નહીં મળ્યું

ઉત્તરપ્રદેશની યોગી સરકારમાં તેમને યોગ્ય સ્થાન નહીં મળ્યું

અનુપ્રિયા પટેલ કેન્દ્રની મોદી સરકારમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્યમંત્રીનું પદ સંભાળી રહી છે પરંતુ અપના દળ ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે ઉત્તરપ્રદેશની યોગી સરકારમાં તેમને યોગ્ય સ્થાન નથી આપવામાં આવ્યું. તેમનું કહેવું છે કે તેમની તુલનામાં એક નાની પાર્ટી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીને ઉત્તરપ્રદેશમાં કેબિનેટ મંત્રીનું પદ આપવામાં આવ્યું છે. સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી ની યુપી વિધાનસભામાં 4 સીટો છે. તેમ છતાં પાર્ટીના મુખ્યા ઓમપ્રકાશ રાજભરને યોગી સરકારમાં કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. જયારે અપના દળ પાસે યુપીમાં 9 સીટો છે તેમ છતાં પણ તેમની પાસે કેબિનેટ મંત્રીનું એક પણ પદ નથી.

9 સીટો હોવા છતાં કોઈ કેબિનેટ મંત્રી નહીં

9 સીટો હોવા છતાં કોઈ કેબિનેટ મંત્રી નહીં

અપના દળ આ વાતથી નારાજ છે કે યોગી સરકારે સત્તામાં આવ્યા પછી અત્યારસુધીમાં એક પણ વખત કેબિનેટમાં બદલાવ અથવા તેનું વિસ્તરણ નથી કર્યું. ઉત્તરપ્રદેશમાં ફક્ત અપના દળના નેતા જય કુમાર સિંહને રાજ્યમંત્રીનું પદ આપવામાં આવ્યું છે. સૂત્રો અનુસાર યુપીમાં બહુમત મળ્યા પછી સરકાર બની ત્યારે નક્કી થયું કે અપના દળ અધ્યક્ષ આશિષ પટેલને મંત્રીમંડળમાં લેવામાં આવશે. તેમને એમએલસી પણ બનાવવામાં આવ્યા. મંત્રીમંડળ વિસ્તારમાં મોડું થવાને કારણે તે પૂરું નહીં થઇ શક્યું. આ પણ નારાજગી માટે એક કારણ હોય શકે છે.

તેમની ફરિયાદો કોઈ નથી સાંભળતું

તેમની ફરિયાદો કોઈ નથી સાંભળતું

હાલમાં જ અપના દળ ઘ્વારા કરવામાં આવેલી માંગો પર યોગી સરકારે કોઈ ધ્યાન નથી આપ્યું. એટલું જ નહીં પરંતુ અપના દળે લખનવમાં કાર્યાલયની માંગ કરી હતી, તેને પણ નહીં સાંભળી. અપના દળ ઘ્વારા એક ફરિયાદ એવી પણ છે કે કેન્દ્રીય મંત્રી મંડળમાં અનુપ્રિયા પટેલને રાજ્યમંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો પરંતુ તેમને વિભાગમાં કોઈ મહત્વનું કામ નહીં આપવામાં આવ્યું.

English summary
NDA ally Apna Dal seeks five seats for its candidates in the 2019 Lok Sabha elections in up
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X