For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપીએ કરતા એનડીએ સરકાર સારી હતી: રામગોપાલ યાદવ

|
Google Oneindia Gujarati News

ramgopal yadav
નવી દિલ્હી, 25 માર્ચ: સમાજવાદી પાર્ટી અધ્યક્ષ મુલાયમસિંહ યાદવ બાદ પાર્ટીના બીજા સૌથી મોટા નેતા લાલકૃષ્ણ આડવાણીના વખાણ કર્યા છે. સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવે મુલાયમસિંહની હામાં હા મિલાવતા જણાવ્યું કે એમાં કોઇ બે મત નથી કે લાલકૃષ્ણ આડવાણી દેશના મોટા નેતા છે. રામગોપાલ યાદવે એ પણ જણાવ્યું કે એનડીએની સરકાર યુપીએ સરકાર કરતા સારી હતી.

રામગોપાલ યાદવે જણાવ્યું કે સ્પષ્ટ છે કે એનડીએની સરકાર યુપીએની સરકાર કરતા સારી હતી. આ સરકારમાં તો રોજ નવો ઘોટાળો સામે આવી રહ્યો છે. આ પહેલા મુલાયમસિંહ યાદવે એક સભામાં જણાવ્યું કે લાલકૃષ્ણ આડવાણી દેશના સૌથી મોટા નેતા છે અને તેઓ ક્યારેય ખોટું નથી બોલતા. આડવાણીએ બીજેપીને પણ સત્યતાવાળી પાર્ટી ગણાવી હતી.

રવિવારે સાંગલીની એક સભામાં મુલાયમસિંહ યાદવે પણ જણાવ્યું કે 2014ની ચૂંટણી અથવા તેના બાદની ચૂંટણીમાં કોઇ એક પાર્ટીની સરકાર નહીં બને. આવનાર સમય ગઠબંધન સરકારોનો છે. એસપી સુપ્રીમોએ સમાન વિચારધારાવાળા દળો સાથે એક મંચ પર આવવાની અપીલ કરી હતી.

તેમણે જણાવ્યું કે દેશમાં ગઠબંધનની રાજનીતિ જારી રહેશે. મુલાયમે એ પણ જણાવ્યું કે યુપીમાં પણ એક પાર્ટીની મજબૂત સરકાર બનાવી શકવું સરળ નહી રહે. તેમણે જણાવ્યું કે રાજ્યોમાં ભલે એક સરકાર બની જાય પરંતુ દિલ્હીમાં એવું થવું મુશ્કેલ છે.

English summary
Three days after he "supported" the Atal Bihari Vajpayee's style of functioning, senior SP leader Ram Gopal Yadav today said corruption is rampant in UPA rule and the BJP-led NDA government was better at handling graft.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X