For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહારના મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમારના નામ પર આજે મોહર લાગી શકે

બિહારના મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમારના નામ પર આજે મોહર લાગી શકે

|
Google Oneindia Gujarati News

પટનાઃ બિહાર ચૂંટણી પરિણામ આવ્યા બાદ હવે નવી સરકારની રચનાને લઈ આજે પટનામાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA)ની મહત્વની બેઠક મળવા જઈ રહી છે. બેઠકમાં નીતિશ કુમારને આજે એનડીએના ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવી શકે છે. જે પહેલાં એનડીએમાં સામેલ તમામ દળોની અલગ અલગ બેઠક થશે જેમાં તેઓ પોતાના દળના નેતા ચૂંટશે. સમાચાર તો એવા પણ છે કે રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે પટના પહોંચી રહ્યા છે. જેઓ અહીં ભાજપના ધારાસભ્ય દળના નેતાઓની પસંદગી કરશે.

ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં રાજનાથ સિંહ સામેલ થશે

ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં રાજનાથ સિંહ સામેલ થશે

આજે પટનામાં 10.30 વાગ્યે ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક થશે. આ બેઠકમાં ભાજપ ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવશે. રાજનાથ સિંહ પણ આ બેઠકમાં હાજર રહેશે. આ બેઠકમાં એ પણ નક્કી થઈ જશે કે ભાજપ પોતાના કોટામાંથી કોને ડેપ્યૂટી સીએમ બનાવે છે. બીજી તરફ સરકાર રચના પર ચર્ચા કરવા માટે ભાજપે પાર્ટીના વરિષ્ઠ નેતા અને ડેપ્યૂટી સીએમ સુશીલ મોદીને દિલ્હી બોલાવી લેવામાં આવ્યા છે.

એનડીએની બેઠકમાં નીતિશના નામ પર મોહર લાગશે

એનડીએની બેઠકમાં નીતિશના નામ પર મોહર લાગશે

ભાજપની બેઠક બાદ બપોરે 12.30 વાગ્યે એનડીએની મહત્વની બેઠક મળશે. બેઠકમાં ગઠબંધનના નેતાના રૂપમાં નીતિશ કુમારના નામ પર ઔપચારિક મોહર લગાવી દેવામાં આવશે. જેમાં ભાજપ, જેડીયૂ, વીઆઈપી અને હમના ધારાસભ્યો હાજર રહેશે. આ બેઠકમાં એનડીએના તમામ 125 ધારાસભ્યોને બોલાવવામાં આવ્યા છે. જણાવી દઈએ કે 13 નવેમ્બરે સરકાર રચના પર સવાલ પૂછવામાં આવ્યા બાદ નીતિશ કુમારે કહ્યું હતું કે સરકાર રચનાના તમમામ ફેસલા 15 નવેમ્બરની બેઠકમાં લેવામાં આવશે.

સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે નીતિશ કુમાર

સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે નીતિશ કુમાર

બિહારમાં એનડીએના નેતૃત્વમાં સરકાર બનવા જઈ રહી ચે અને નીતિશ કુમાર મુખ્યમંત્રી બનશે. જેના માટે રાજ્ય્પાલ સામે એનડીએ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. આ દાવો એનડીએના ધારાસભ્ય દળના નેતા રજૂ કરશે. દાવો રજૂ કરવા માટે આજે ધારાસભ્ય દળના નેતાની ચૂંટણી પ્રક્રિયા પૂરરી થવાની ઉમ્મીદ છે.

મહેબૂબા મુફ્તીએ ભારત-પાકિસ્તાનને વાત કરવાની સલાહ આપી, વાજપેયી અને મુશર્રફની યાદ અપાવીમહેબૂબા મુફ્તીએ ભારત-પાકિસ્તાનને વાત કરવાની સલાહ આપી, વાજપેયી અને મુશર્રફની યાદ અપાવી

English summary
NDA to hold a meeting today in patna, Name for CM will be sealed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X