For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NEET 2022: છાત્રાઓના ઈનરવેર કઢાવવા મામલે NTAનો મોટો નિર્ણય, ફરીથી પરીક્ષા આપવાની આપી મંજૂરી

NEET પહેલા છાત્રાઓને તેમના ઇનરવેર કાઢવા માટે મજબૂર કરવા માટે કેરળમાં ભારે હોબાળો થયા બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી(NTA)એ મોટો નિર્ણય લીધો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ(NEET) પહેલા છાત્રાઓને તેમના ઇનરવેર કાઢવા માટે મજબૂર કરવા માટે કેરળમાં ભારે હોબાળો થયા બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી(NTA)એ મોટો નિર્ણય લીધો છે. NTAએ કહ્યુ કે તે વિદ્યાર્થીનીઓ માટે ફરીથી NEET પરીક્ષાનુ આયોજન કરશે. તેણે જણાવ્યુ હતુ કે છાત્રાઓને 4 સપ્ટેમ્બરે પરીક્ષા આપવાનો વિકલ્પ આપવામાં આવશે. આ માટે NTAએ વિદ્યાર્થીઓને ઈમેલ પણ મોકલ્યો છે.

students

તમને જણાવી દઈએ કે આ મામલાને લઈને ઘણો હોબાળો થયો હતો. આ અંગે એક વ્યક્તિએ કોટરકરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે કહ્યુ કે તેમની પુત્રી સહિત NEET ઉમેદવારોને ચથામંગલમમાં પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશતા પહેલા તેમની બ્રા કાઢવા માટે કહેવામાં આવ્યુ હતુ. આ પછી ભારતીય દંડ સંહિતાની કલમ 354 અને 509 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી.

આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં સાત લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકોમાં NEET પરીક્ષા કેન્દ્ર પર હાજર કોલેજ સ્ટાફના બે સભ્યો અને કેન્દ્રની સુરક્ષા સોંપવામાં આવેલી એજન્સીના ત્રણ સભ્યોનો સમાવેશ થાય છે.
ભારે હોબાળા પછી માનવ અધિકાર પંચે કોલ્લમ ગ્રામીણ એસપીને આ મામલાની તપાસ કરવા અને 15 દિવસની અંદર રિપોર્ટ સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો. નેશનલ કમિશન ફૉર વુમન અને નેશનલ કમિશન ફૉર પ્રોટેક્શન ઑફ ચાઈલ્ડ રાઈટ્સે પણ આ ઘટનામાં સંડોવાયેલા કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

English summary
NEET 2022 NTA big decision in removing underwear from girl students allow to retake exam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X