NEET Exam: છોકરીઓએ ખુલ્લામાં બદલાવ્યા કપડા, અંદર હાથ નાખીને ચેક કરાયા ઈનરવેર
NEET Exam: નીટની પરીક્ષા ફરીથી એક વાર વિવાદમાં આવી છે. ચેકિંગના નામે ઉમેદવારોના કપડાં ખુલ્લામાં બદલવામાં આવ્યા હતા. હવે પરીક્ષા પૂર્ણ થયા બાદ તેમણે સોશિયલ મીડિયા પર પોતાની આપવીતી જણાવી છે.
વાસ્તવમાં, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા આયોજિત NEET પરીક્ષામાં 20 લાખથી વધુ ઉમેદવારોએ હાજરી આપી હતી. દેશભરમાં 4000થી વધુ કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા હતા, પરંતુ NEETની કડક ડ્રેસ ગાઈડલાઈનના કારણે ઉમેદવારોને હેરાન થવુ પડ્યુ હતુ.

આ વખતે મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાંથી બે ઘટનાઓ સામે આવી છે. સોશિયલ મીડિયા પર, કેટલીક વિદ્યાર્થીનીઓએ આરોપ લગાવ્યો કે નીટ પરીક્ષા કેન્દ્ર પર તેમની બ્રા કઢાવવામાં આવી હતી, જ્યારે અમુક છોકરીઓના કપડાંની અંદર હાથ નાખીને બ્રાની સ્ટ્રીપ ચકાસવામાં આવી. આ અંગે વાલીઓએ NTAને ફરિયાદ પણ કરી છે.
ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના અહેવાલ મુજબ ડૉક્ટર દંપતીની પુત્રી સાથે પણ ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો હતો. સાંગલીમાં કસ્તુરબા વાલચંદ કોલેજમાં બનેલા સેન્ટરમાં તેની પુત્રીને તેનો કુર્તો ઉતરાવીને તેને બહાર જ પહેરવાનુ કહેવામાં આવ્યુ હતુ.
જ્યારે કેટલીક વિદ્યાર્થીનીઓ જીન્સ પહેરીને પરીક્ષા કેન્દ્રમાં ગઈ હતી પરંતુ તેને મંજૂરી આપવામાં આવી ન હતી. આ સ્થિતિમાં છોકરીઓએ તેની મમ્મીના લેગિંસ સાથે તેને બદલ્યુ. આ માટે તેમને ખુલ્લામાં કપડાં બદલવા પડ્યા હતા. અમુક જગ્યાએ, સંબંધીઓએ વર્તુળ બનાવ્યું, ત્યારે તેમની પુત્રીઓએ તેમના કપડાં બદલ્યા.
બીજી તરફ, બંગાળના હિંદમોટર સ્થિત એચએમસી એજ્યુકેશન સેન્ટરમાં વિદ્યાર્થીઓને પેન્ટ બદલવા અથવા અંદર પહેરેલા કપડા ખોલવા માટે કહેવામાં આવ્યુ હતુ. તેમણે આ અંગે NTAને ફરિયાદ કરી છે.
એચએમસી એજ્યુકેશન સેન્ટરના પ્રિન્સિપાલ સોનીતા રૉયે જણાવ્યુ હતુ કે, 'જે વિદ્યાર્થીઓ ખિસ્સાવાળા પેન્ટ પહેરીને આવ્યા હતા તેમને કપડાં બદલવા માટે કહેવામાં આવ્યુ હતુ. કેટલાકે આખી બાંયના શર્ટ પહેર્યા હતા જે પ્રતિબંધિત હતુ. તેમણે વિદ્યાર્થીઓને તેમનુ ઘર નજીકમાં હોય તો તેમના કપડાં બદલવા કહ્યુ હતુ પરંતુ કોઈને ખુલ્લામાં કપડાં બદલવા માટે કહેવામાં આવ્યુ ન હતુ.'
NTA અધિકારીએ આ ઘટનાઓને નકારી કાઢી છે. તેમણે કહ્યું કે જેઓ ડ્રેસ કોડનુ ન પાલન કર્યુ હોય તેમને કપડાં બદલવાની સૂચના આપવામાં આવી હતી. જો ક્યાંક આવું બન્યું હશે તો અમે તેની તપાસ કરીશું. ફરિયાદના આધારે પરીક્ષા કેન્દ્ર પાસેથી સીસીટીવી મંગાવવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
