Nepal Helicopter Missing : નેપાળમાં પ્રવાસીઓને લઈ જતું હેલિકોપ્ટર માઉન્ટ એવરેસ્ટની ટેકરીઓમાં ખોવાયું
Nepal Helicopter Missing : નેપાળમાં માઉન્ટ એવરેસ્ટ ક્ષેત્રમાંથી વિદેશી પ્રવાસીઓને લઈ જતું હેલિકોપ્ટર મંગળવારના રોજ અચાનક ગુમ થઇ ગયું છે અને હેલિકોપ્ટર સાથેનો સંપર્ક તૂટી ગયો છે. હેલિકોપ્ટરને શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે, પરંતુ કોઈ સંપર્ક સ્થાપિત થઇ શક્યો નથી.
હેલિકોપ્ટર પાંચ વિદેશી પ્રવાસીઓને લઈને વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર ફરવા જઈ રહ્યું હતું અને મંગળવારે સવારે રાજધાની કાઠમંડુ પરત ફરી રહ્યું હતું. એરપોર્ટ અધિકારી સાગર કડેલે જણાવ્યું હતું કે, હવામાનની સ્થિતિને કારણે હેલિકોપ્ટરના ઉડાનનો માર્ગ બદલવો પડ્યો હતો.

માહિતી અધિકારી જ્ઞાનેન્દ્ર ભુલે જણાવ્યું હતું કે, ચોપર સોલુખુમ્બુથી કાઠમંડુ જઈ રહ્યું હતું અને સવારે લગભગ 10 વાગ્યે તેનું કંટ્રોલ ટાવર સાથે જોડાણ તૂટી ગયું હતું. કોલ સાઈન 9NMV ધરાવતું હેલિકોપ્ટર સવારે 10:12 AM (સ્થાનિક સમય) પર રડાર પરથી ઉતરી ગયું હતું. ગુમ થયેલા હેલિકોપ્ટરમાં 5 વિદેશી નાગરિકો સવાર હતા.












Click it and Unblock the Notifications
