મોદી કેબિનેટમાં આ મંત્રીઓ પાસે છે 952 કરોડની સંપત્તિ

Written By:
Subscribe to Oneindia News

મોદી સરકારે તેની કેબિનેટનો વિસ્તાર કર્યો છે. રવિવારે મંત્રીઓએ આ મામલે શપથ ગ્રહણ પર કરી લીધા છે. રવિવારે આયોજીત આ શપથ ગ્રહણ કાર્યક્રમમાં કુલ 13 મંત્રીઓએ શપથ લીધા જેમાંથી 9 નવા મંત્રીઓ કેબિનેટમાં સામેલ થયા. જ્યારે 4ને પ્રમોશન આપી બીજા મંત્રાલય સોંપવામાં આવ્યા. ત્યારે તમામની વચ્ચે એક નજર આ મંત્રીઓની સંપત્તિ પર નાખવી પણ જરૂરી બને છે. નોંધનીય છે કે મોદીની કેબિનેટમાંથી 9 નવા મંત્રીઓ માંથી 7ની કુલ સંપત્તિ 36.36 કરોડ રૂપિયા છે. આ રીતે જોવા જઇએ તો પ્રત્યેક પાસે લગભગ 5.19 કરોડની મિલકત છે.

governmant

જો કે આ તમામની વચ્ચે મોદી કેબિનેટના સૌથી પૈસાદાર મંત્રી છે ગજેન્દ્ર સિંહ શેખાવત. જેમની પાસે કુલ 14 કરોડ રૂપિયાની સંપત્તિ છે. ત્યાં જ બીજી તરફ સૌથી ઓછી સંપત્તિ મંત્રી વિરેન્દ્ર કુમાર પાસે છે. જેમની પાસે ખાલી 87 લાખ રૂપિયાની સંપત્તિ છે. પીએમ નરેન્દ્ર મોદીની ગત કેબિનેટમાંથી 78 મંત્રીઓની કુલ સંપત્તિ 1009 કરોડ રૂપિયા છે.

English summary
net worth modi cabinet minister s assets is 952 crore rupees.
Please Wait while comments are loading...