• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સાવધાન! તમારી દરેક હરકત પર રહેશે સરકારની નજર

|

સુરક્ષા એજન્સીઓની એલર્ટનેસ છતાં દેશના દુશ્મનો ગુનાને અંજામ આપવામાં સફળ થઈ રહ્યા છે. તેનું પ્રમુખ કારણ છે દેશના ગદ્દારો કે જે દુશ્મનોની મદદ કરી રહ્યા છે. જો કે કેન્દ્ર સરકારે દેશની સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે કમર કસી લીધી છે. જે અંતર્ગત સરકારે નેશનલ ઈંટેલિજન્સ ગ્રિડ, (નેટગ્રિડ)ની રચના કરી છે. 2020થી નેટગ્રિડ દ્વારા સરકાર તમામ ઘટનાઓની પળે પળ પર નજર રાખશે.

નેટગ્રિડ હેઠળ ભારત સરકાર અંતર્ગત તમામ ગુપ્ત માહિતીથી સૂચનાઓનો એક એવો ડાટાબેઝ તૈયાર કરાશે, જેની જરરૂ પડતા કોઈ પણ સુરક્ષા એજન્સી તેને હાંસલ કરી શકશે. આ મજબૂત ઈન્ટેલિજન્સ સંગ્રહણ તંત્ર દેશની અંદર ઈમિગ્રેશન, બેંકિંગ, ટેક્સધારકો, આધારકાર્ડ, હવાઈ અને રેલ્વે યાત્રાઓ સાથે જોડાયેલા દરેક પળના ડાટાનું વિશ્લેષણ કરશે.

નેટગ્રિડથી તૂટશે આતંકવાદની કમર

નેટગ્રિડથી તૂટશે આતંકવાદની કમર

તેની સાથે જ મળેલી માહિતી તમામ કેન્દ્રિય સુરક્ષા એજન્સીઓને રિયલ ટાઈમ ઉપલબ્ધ કરાવી શકશે. ગુપ્તચર ઈનપુટનું વિશ્લેષણ કરવા માટે નેટગ્રિડ પાસે દેશમાં આવનારા અને અહીંથી જનારા દરેક દેશી-વિદેશી વ્યકિતના ડાટા ઉપલબ્ધ રહેશે. ઉપરાંત બેંકિંગ અને નાણાની લેવડ-દેવડ, ક્રેડિટ કાર્ડ ખરીદી, મોબાઈલ અને ફોન, ટેક્સધારકો, વિમાન યાત્રીઓ અને રેલ્વે યાત્રીઓના ડાયા સુધી તેની પહોંચ રહેશે. જેનાથી આતંકવાદીઓની દેશમાં ઘુસણખોરી પર નજર રાખી શકાશે.

નેટગ્રિડ ડાટા રિકવરી સેન્ટર બેંગલોરમાં

નેટગ્રિડ ડાટા રિકવરી સેન્ટર બેંગલોરમાં

આ નેટગ્રિડ ડાટા રિકવરી સેન્ટર બેંગલોરમાં રહેશે અને દિલ્હીમાં તેનું મુખ્યાલય રહેશે. અધિકારીક સૂચનાને આધારે સરકારે આ પ્રોજેક્ટ હેઠળ બંને શહેરોમાં જરૂરી નિર્માણ કાર્યને લગભગ પૂરું કરી દીધુ છે. આ ઓફિસ અત્યંત આધુનિક વૈજ્ઞાનિક ઉપકરણો અને મોટા સ્કીન સાથે લગભગ તૈયાર છે. તેનાથી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અંતિમ રૂપ આપવાની સમય મર્યાદા નકકી કરી દેવાઈ છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં તેનું ઉદ્ગાટન કરવાનું નક્કી કરાયુ છે. મનાઈ રહ્યુ છે કે માર્ચ સુધી આ પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે.

વિવિધ વિભાગોથી લવાશે ડાટા

વિવિધ વિભાગોથી લવાશે ડાટા

ઈન્કમટેક્સ વિભાગ પાસેથી કરોડો ટેક્સ ધારકોના ડાટા હાંસલ કરવાની પ્રક્રિયાને નેટગ્રિડમાં વહીવટે અંતિમ રૂપ આપી દીધુ છે. જ્યારે ડોમેસ્ટીક હવાઈ યાત્રાળુઓના ડાટા હાંસલ કરવા માટે નાગરિક ઉડ્ડન વિભાગના મહાનિર્દેશક અને તમામ એરલાઈન્સો સાથેની વાતચીત અંતિમ તબક્કામાં છે. જેથી અલગથી શરૂ કરાયેલ આ સિસ્ટમની ચાલૂ થવાની શક્યતા પૂરેંપૂરીં છે. એક અધિકારીના જણાવ્યા પ્રમાણે 3400 કરોડ રૂપિયાના નેશનલ ઈન્ટેલિજન્સ ગ્રિડ પ્રોજેક્ટનું કામ ઝડપથી કરાઈ રહ્યુ છે. હાલમાં જ ગૃહ મંત્રી અમિત શાહની આ પ્રોજેક્ટની સમીક્ષા કર્યા બાદ તેમાં તેમાં વધુ ઝડપ આવી છે.

રાજ્યની સુરક્ષા એજન્સીઓને તેના સીધા ઉપયોગનો અધિકાર નથી

રાજ્યની સુરક્ષા એજન્સીઓને તેના સીધા ઉપયોગનો અધિકાર નથી

નેટગ્રિડના ડાટા હાલ દેશની 10 કેન્દ્રિય સુરક્ષા એજન્સીઓના રિયલ ટાઈમમાં ઉપલબ્ધ થશે. જો કે રાજ્યની સુરક્ષા એજન્સીઓને તેનો સીધો ઉપયોગ કરવાનો અધિકાર અપાયો નથી. રાજ્યની એજન્સીઓએ આ ડાટા મેળવવા માટે કોઈને કોઈ કેન્દ્રિય એજન્સીની મદદ લેવાની રહેશે. બેંકિંગ લેવડદેવડ અને ઈમિગ્રેશનના ડાટા નેટગ્રિડમાં રિયલ ટાઈમ મૈકેનિઝમ હઠળ તત્કાળ ઉપલબ્ધ થશે. પહેલા તબક્કામાં નેટગ્રિડ થી 10 યુઝર એજન્સીઓ અને 21 સેવા પ્રદાતાઓને જોડવામાં આવ્યા છે. પછી 950 અન્ય સંગઠનોનો પણ તેની સાથે જોડાશે. આવરનારા વર્ષોમાં આશરે 1000 અન્ય સંગઠનોને તેની સાથે જોડી દેવાની યોજના છે.

હાલ આમને ડાયા ઉપલબ્ધ કરાશે

હાલ આમને ડાયા ઉપલબ્ધ કરાશે

હાલ નેટગ્રિડ ઈન્ટેલિજન્સ બ્યુરો(આઈબી), રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ(રૉ), સીબીઆઈ, ઈડી, ડીઆઈઆઈ, ફાઈનેંશિયલ ઈન્ટેલિજન્સ યુનિટ(એફઆઈયુ), સીબીડીટી, સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઈઝ એન્ડ કસ્ટમ(સીબીઈસી), ડાયરેક્ટરેટ જનરલ ઓફ સેન્ટ્રલ એક્સાઈઝ એન્ડ ઈન્ટેલિજન્સ (ડીજીસીઈઆઈ) અને નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો(એનસીબી)ને ડાટા ઉપલબ્ધ કરાવશે.

ચિદંબરમનો ડ્રીમ પ્રોજેક્ટ

ચિદંબરમનો ડ્રીમ પ્રોજેક્ટ

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં 2008માં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ તત્કાળ કેન્દ્રીય નાણામંત્રી ચિદંબરમે નેટગ્રિડ અને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની રચનાની યોજના બનાવી હતી. તે સમયે મનાયુ કે રિયલ ટાઈમ ડાટા એનાલિસિસ મૈકેનિઝમ ન હોવાને કારણે આ હુમલાની રેકી કરનારા પાકસ્તાની મૂળના અમેરિકાના આંતકી ડેવિડ હૈડલીએ 2006થી 2008ની વચ્ચે દેશમાં કરેલી અવર-જવર પર નજર રાખી શકાઈ ન્હોતી.

2010માં કોંગ્રેસ નેૃત્વવાળી સરકારની કેબિનેટે નેટગ્રિડને આપી હતી મંજૂરી

2010માં કોંગ્રેસ નેૃત્વવાળી સરકારની કેબિનેટે નેટગ્રિડને આપી હતી મંજૂરી

આ ચિદંબરમનો ડ્રિમ પ્રોજેક્ટ છે, 11 વર્ષ બાદ પણ તેની રચના થઈ શકી નહિં. કોંગ્રેસ નેતૃત્વ વાળી તત્કાલીન યુપીએ સરકારની કેબિનેટ કમિટીએ 8 એપ્રિલ 2010ના રોજ નેટગ્રિડને બનાવવાની મંજૂરી આપી દીધી હતી. જો કે 2012 સુધી તેનું કામ ફાઈલોમાં દબાઈ રહ્યુ. 2014માં પ્રધાનમંત્રી બનેલા નરેન્દ્ર મોદીને 10 જૂન 2016ના રોજ આ યોજનાની માહિતી મળતા તેના પર ફરી કામ શરૂ કરાયુ. ત્યાર બાદ આ આખી સિસ્ટમ તૈયાર કરાઈ રહી છે. ગૃહમંત્રી અમિત શાહે ફરી આ પ્રોજેક્ટમાં રસ દાખવી આ વર્ષના અંત સુધીમાં તેને અંતિમ રૂપ આપવાની તૈયારી કરી લીધી છે.

સીએમ મનોહરલાલ ખટ્ટર સામે ચૂંટણી લડશે તેજ બહાદુર

English summary
netgrid will keep an eye on your actions from 2020
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X