કોરોનાએ તોડ્યા અત્યાર સુધીના બધા રેકૉર્ડ, એક દિવસમાં મળ્યા 1,15,736 નવા દર્દી

બુધવારે કોરોના વાયરસના કેસ એક વાર ફરીથી એક લાખનો આંકડો પાર કરી ગયા.

નવી દિલ્લીઃ કોરોના વાયરસ મહામારીએ દેશમાં હવે ભયાનક રૂપ લેવાનુ શરૂ કરી દીધુ છે. બુધવારે કોરોના વાયરસના કેસ એક વાર ફરીથી એક લાખનો આંકડો પાર કરી ગયા. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે બુધવારે જણાવ્યુ કે છેલ્લા એક દિવસમાં દેશના અલગ અલગ રાજ્યોમાં કોરોના વાયરસના 1,15,736 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન કોરોનાના 59,856 દર્દી રિકવર થયા છે જ્યારે 630 લોકોના જીવ ગયા છે. નવા દર્દી મળ્યા બાદ દેશમાં કોરોના વાયરસના સંક્રમણનો કુલ આંકડો વધીને 1,28,01,785 સુધી પહોંચી ગયો છે. જો કે, આમાંથી 1,17,92,135 દર્દી અત્યાર સુધી રિકવર પણ થઈ ચૂક્યા છે.

coronavirus

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દૈનિક કેસોમાં સતત થઈ રહેલા વધારાને કારણે દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસ વધીને 8,43,473 થઈ ગયા છે. વળી, કોરોના વાયરસ અત્યાર સુધીમાં 1,66,177 લોકોનો જીવ લઈ ચૂક્યુ છે. કોરોનાના નવા જોખમને જોતા આરોગ્ય મંત્રાલયે લોકોને અપીલ કરી છે કે સોશિયલ ડિસ્ટંસીંગ અને માસ્ક સંબંધિત નિયમોનુ અનિવાર્ય રીતે પાલન કરે. આ સાથે જ આરોગ્ય મંત્રાલયે બધા રાજ્યોને કોરોના વાયરસનુ ટેસ્ટિંગ વધારવાનો પણ અનુરોધ કર્યો છે.

આગામી 4 સપ્તાહ સુધી કોરોનાની દ્રષ્ટિએ ઘણા મહત્વના

મંગળવારે આરોગ્ય મંત્રાલયે પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યુ કે દેશમાં કોરોના વાયરસની બીજી લહેર શરૂ થઈ ચૂકી છે અને આ વખતે સંક્રમણની ગતિ ખૂબ તેજ છે. મહારાષ્ટ્ર, પંજાબ અને છત્તીસગઢમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસ આપણા માટે ચિંતાનો વિષય છે. આ રાજ્યોમાં કોરોના વાયરસનુ ટેસ્ટિંગ તેજ કરવાની જરૂર છે. આપણા માટે દેશમાં ચાર સપ્તાહ ઘણા મહત્વના રહેવાના છે. તમને જણાવી દઈએ કે મંગળવારે દેશની રાજધાની દિલ્લીમાં કોરોના વાયરસના 5100 અને મહારાષ્ટ્રના મુંબઈમાં 10,030 નવા કેસ સામે આવ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X