સતત બીજા દિવસે કોરોનાના કેસ 1 લાખથી ઓછા, 24 કલાકમાં મળ્યા 92596 નવા દર્દી

દેશમાં કોરોના વાયરસની બીજી લહેરની ગતિ હવે નબળી પડતી દેખાઈ રહી છે.

નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસની બીજી લહેરની ગતિ હવે નબળી પડતી દેખાઈ રહી છે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસ સંક્રમણના 92,596 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 2219 લોકોના મોત થયા છે. આ ઉપરાંત છેલ્લા એક દિવસમાં કોરોના વાયરસના 1,62,664 દર્દી રિકવર પણ થયા છે. આ નવા આંકડા સાથે દેશમાં હવે કોરોના વાયરસના કુલ કેસ 2,90,89,069 અને રિકવર થનારા દર્દીઓની સંખ્યા વધીને 2,75,04,126 થઈ ગઈ છે.

coronavirus

આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે કોરોના વાયરસથી રિકવર થનાર દર્દીઓની સંખ્યા ઝડપથી વધવાના કારણે દેશમાં હવે સક્રિય કેસો ઘટીને 12,31,415 થઈ ગયા છે. આ પહેલા મંગળવારે આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે માહિતી આપી હતી કે દેશમાં હાલમાં હોમ આઈસોલેશન અને હોસ્પિટલમાં ભરતી થનાર કોરોના વાયરસના દર્દીઓનો રિકવરી રેટ 94.3 ટકા છે. વળી, દેશમાં જારી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી કોરોના વાયરસ વેક્સીનનો કુલ 23,90,58,360 ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.

દૈનિક કેસોમાં 33 ટકાનો ઘટાડો

પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન લવ અગ્રવાલે જણાવ્યુ, 'છેલ્લા એક સપ્તાહ દરમિયાન કોરોના વાયરસના દૈનિક કેસોમાં 33 ટકા અને સક્રિય કેસમાં 65 ટકાનો ઘટાડો આવ્યો છે. જો રાજ્યવાર વાત કરીએ તો દેશમાં હાલમાં 15 એવા રાજ્યો છે જ્યાં કોરોના વાયરસની પૉઝિટિવીટી રેટ 5 ટકાથી ઓછો છે. આ ઉપરાંત દેશમાં 322 જિલ્લા એવા છે જ્યાં છેલ્લા એક મહિના દરમિયાન કોરોના વાયરસના કેસ સતત ઘટ્યા છે.' તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના ઘટતા કેસોને જોતા દિલ્લી, યુપી, બિહાર અને મહારાષ્ટ્રમાં અનલૉકની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X