ગોરખપુરમાં બની ગઈ શહેરની નવી સરકાર, મેયર ડૉ મંગલેશ શ્રીવાસ્તવ અને 80 કાઉન્સિલરોએ શપથ લીધા
સીએમ યોગીના શહેર ગોરખપુરમાં નવી સરકાર બની ગઈ છે. શનિવારે કમિશનર રવિ કુમાર એનજીએ ગંભીર નાથ ઓડિયોરિયમમાં ડૉ મંગલેશ શ્રીવાસ્તવને મેયર પદના શપથ લેવડાવ્યા હતા. ત્યારબાદ મેયરે 80 કાઉન્સિલરોને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યા હતા.
જે બાદ શહેરની નવી સરકારની રચના થઇ. યોગી સરકારના શહેરી વિકાસ મંત્રી સુરેશ ખન્ના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ રહ્યા અને તેમણે મેયરને શક્તિનું પ્રતિક ગદા પણ આપી હતી.

શપથ ગ્રહણ બાદ મેયર ડૉ મંગલેશ શ્રીવાસ્તવે ગોરખપુરની જનતાનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, આપણે બધાએ મળીને ગોરખપુરને નવી ઉંચાઇએ પહોંચાડવાનું છે અને વધુ કામનો વિચાર કરવાનો છે.
મેયરે કહ્યું કે જનતાએ સેવા કરવાનો જે અવસર આપ્યો છે તેના માટે હંમેશા માટે પ્રયત્નશીલ રહીશ. અહ્યાંના વિકાસ માટે જે કંઈપણ કાર્ય હશે તે પૂર્ણ તત્પરતા સાથે કરવામાં આવશે. ગોરખપુરને નવી ઓળખ આપવાનો પ્રયત્ન કરીશ.
સાંસદ રવિ કિશને કહ્યું કે જનતાએ વિકાસના કાર્યો પર મોહર લગાવી છે. જનતા પ્રત્યે આભાર વ્યક્ત કરું છું જેમણે ડૉ મંગલેશના નેતૃત્વમાં શહેરની નવી સરકાર બનાવવાનો અવસર આપ્યો. પીએમ મોદી અને સીએમ યોગીના નેતૃત્વમાં આખા દેશ અને રાજ્યનો વિકાસ થઇ રહ્યો છે. આજે અહીં બની રહેલી ટ્રીપલ એન્જીનની સરકાર ગોરખપુરને નવી દિશા અને ગતિ પ્રદાન કરશે.












Click it and Unblock the Notifications
