For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જીન્સ પહેરીને બાબા કાશીના દર્શન નહિ કરી શકો, જાણો ડ્રેસ કોડ

જીન્સ પહેરીને બાબા કાશીના દર્શન નહિ કરી શકો, જાણો ડ્રેસ કોડ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશના વિવિધ મંદિરોમાં અલગ અલગ નિયમો હોય છે. અહીં આવતા શ્રદ્ધાળુઓના પોશાકને લઈને પણ ખાસ નિયમ હોય છે અને તેમને અમુક પ્રકારના કપડાં પહેરીને મંદિરમાં આવવાની અનુમતી નથી હોતી. મધ્ય પ્રદેશના ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં પણ ડ્રેસ કોડ લાગૂ છે. ઉજ્જૈનના મહાકાલની જેમ જ હવે વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરમાં પણ જીન્સ પહેરીને આવવા પર પ્રતિબંધ લાગશે. નિર્ધારિત ડ્રેસ કોડ મુજબ હવે મંદિરમાં બાબાના દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓએ ધોતી કુર્તા પહેરીને આવવાનું થશે જ્યારે મહિલાઓએ સાડી પહેરીને આવવું પડશે.

સ્પર્શ દર્શન માટે જરૂરી ડ્રેસ કોડ

સ્પર્શ દર્શન માટે જરૂરી ડ્રેસ કોડ

કાશી વિશ્વનાથ મંદિરને લઈ જે નવો નિયમ બનાવવામાં આવ્યો છે તે મુજબ જીન્સ, પેંટ કે સૂટ પહેરીને આવતા લોકો મંદિરમાં પહેલાની જેમ જ દર્શન કરી શકશે પરંતુ તેમણે સ્પર્શ કરવાની મંજૂરી નહિ હોય. સ્પર્શ દર્શન માટે શ્રદ્ધાળુઓએ ડ્રેસ કોડનું પાલન કરવું પડશે. સ્પર્શ દર્શન માટે પુરુષ શ્રદ્ધાળુઓએ ધોતી કુર્તા અને મહિલા શ્રદ્ધાળુઓએ સાડી પહેરીને આવવું પડશે. મંદિરમાં ડ્રેસ કોડ લાગૂ થવાની સાથોસાથ સ્પર્શ દર્શનની અવધિ વધારવામાં આવી રહી છે. આ બાબતે રવિવારે મળેલી મંદિર પ્રશાસન અને વિદ્વત પરિષદની બેઠક બાદ ફેસલો લેવામાં આવ્યો છે.

મકર સંક્રાંતિ બાદ નવી વ્યવસ્થા લાગૂ થશે

મકર સંક્રાંતિ બાદ નવી વ્યવસ્થા લાગૂ થશે

મંદિરમાં પૂજા અને દર્શન વ્યવસ્થા નક્કી કરવા માટે ધર્માર્થ કાર્ય મંત્રી નીલકંઠ તિવારીની અધ્યક્ષતામાં બેઠક બોલાવવામાં આવી. બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે નવી વ્યવસ્થા મકર સંક્રાંતિ બાદ લાગૂ થશે. આ નવી વ્યવસ્થા મંગલા આરતીથી લઈ બપોરની આરતી સુધી દરરોજ લાગૂ થશે. તમામ વિદ્વાનોની સહમતિ બાદ નક્કી થયું કે મંદિરમાં સ્પર્શ દર્શન માટે ધોતી કુર્તા અને સાડી પહેરવી ફરજીયાત હશે. પરંતુ જે લોકો આવું નથી કરતા તેમને માત્ર દર્શનની જ મંજૂરી હશે. જણાવી દઈએ કે આ વ્યવસ્થા માત્ર ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં જ નહિ બલકે ભારતના તમામ મંદિરોમાં લાગૂ છે.

આ વ્યવસ્થા હશે

આ વ્યવસ્થા હશે

નીલકંઠ તિવારીનું કહેવું છે કે ધર્માર્થ કાર્ય વિભાગે એક પાવન પથ બનાવ્યો છે. જેમાં કાશી ખંડમાં આવતા તમામ મંદિરોને લેવામાં આવશે. સાથે જ બેઠકમાં વિશ્વનાથ ધામમાં શાસ્ત્ર અને શાસ્ત્રાર્થ કેન્દ્ર ખોલવાની પણ માંગ રાખી છે. આમાં પુરોહિત પ્રશિક્ષણ કેન્દ્ર પણ ખોલવામાં આવશે, જ્યાં કર્મકાંડની શિક્ષા, કમ્પ્યૂટર શિક્ષા અને અંગ્રેજીની શિક્ષાના ત્રણ માસનો કોર્સ કરાવવામાં આવશે.

જામિયામાં ફરીથી છાત્રોનુ હલ્લાબોલ, વીસીના કાર્યાલયને ઘેરી કર્યુ પ્રદર્શનજામિયામાં ફરીથી છાત્રોનુ હલ્લાબોલ, વીસીના કાર્યાલયને ઘેરી કર્યુ પ્રદર્શન

English summary
new dress code for darshan of baba kashi vishwanath varanasi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X