• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તારક મહેતાની અલવિદા સાથે જ શોમાં થઇ નવી એન્ટ્રી, મચી ગયો હોબાળો

અહેવાલ છે કે શૈલેષ લોઢાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને હંમેશને માટે અલવિદા કહી દીધું છે અને તે હવે આ શોમાં તારક મહેતાની ભૂમિકામાં જોવા મળશે નહીં.
|
Google Oneindia Gujarati News

અહેવાલ છે કે શૈલેષ લોઢાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને હંમેશને માટે અલવિદા કહી દીધું છે અને તે હવે આ શોમાં તારક મહેતાની ભૂમિકામાં જોવા મળશે નહીં. જ્યાં શૈલેષ લોઢાએ શોમાંથી વિદાય લીધી છે, ત્યાં જ તારક મહેતા શો માં એક નવી એન્ટ્રી પણ થઈ છે.

જ્યારે કેટલાક જૂના ચહેરાઓ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો માંથી વિદાય લઈ રહ્યા છે, ત્યારે કેટલાક નવા ચહેરા પણ શોમાં એન્ટ્રી લઈ રહ્યા છે. આવો જ એક નવો ચહેરો શો સાથે જોડાયેલો છે, જેનું નામ છે ખુશ્બુ પટેલ.

શોમાં ખુશ્બુ પટેલ પ્રતિક્ષાનો રોલ નિભાવતી જોવા મળી રહી છે. જો તમે આ શો રોજ જોશો તો તમને ખબર પડશે કે, પ્રતિક્ષા કોણ છે અને જો તમને ખબર ન હોય તો ઉલ્લેખનીય છે કે, પ્રતિક્ષા એ જ છે જેના પર પોપટલાલની રાહનો અંત આવ્યો છે.

હા... પોપટલાલના ભાવિ દુલ્હનિયાની રાહ જોવાઈ રહી છે, પોપટલાલના સંબંધની વાત પાક્કી થઈ ગઈ છે. ખુશ્બુ પટેલ નામની અભિનેત્રી આ રોલ કરી રહી છે. શોમાં ખૂબ જ શરમાળ છોકરીના રોલમાં જોવા મળેલી ખુશ્બુ પટેલની રિયલ લાઈફ વિશે વાત કરીએ તો તે ખૂબ જ સ્ટાઇલિશ છે.

ઇન્સ્ટાગ્રામ પર તેની ઘણી તસવીરો છે જે દર્શાવે છે કે, તે મુસાફરીનો કેટલો શોખીન છે અને તેને સ્ટાઇલમાં રહેવું કેટલું પસંદ છે. ખુશ્બુ પટેલ અત્યારે ઈન્ડસ્ટ્રીમાં નવી છે અને તેના વિશે વધુ માહિતી ઉપલબ્ધ નથી.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ ટીવીનો સૌથી લોકપ્રિય શો છે, તેથી ખુશ્બુ પટેલ પણ શોમાં આટલું મહત્વપૂર્ણ પાત્ર મળવાથી ખૂબ જ ખુશ છે, જોકે આ પાત્ર કાયમી છે કે, હંગામી તે વિશે હાલ કંઈ કહી શકાય નહીં.

કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (TMKOC)ના ચાહકોને એક બાદ એક આંચકા મળી રહ્યા છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે, શોના સૌથી મહત્વપૂર્ણ પાત્રોમાંથી એક શૈલેષ લોઢા એટલે કે તારક મહેતાએ શો છોડી દીધો છે. હવે આ શોની સૌથી પ્રખ્યાત મહિલા અભિનેત્રી શો છોડવાની તૈયારી કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુનમુન દત્તા એટલે કે બબીતા​જી શોને અલવિદા કહી શકે છે. તેનું કારણ નવા શોનો ભાગ બનવા જઈ રહી છે તેવુ માનવામાં આવી રહ્યું છે.

English summary
New entry in the show with Tarak Mehta's goodbye
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X