For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્મૃતિ ઈરાનીનો ગંભીર આરોપ, રાહુલ અને વાડ્રાએ ભેગા મળીને ભ્રષ્ટાચાર કર્યો

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને રોબર્ટ વાડ્રા પર ગંભીર આરોપ લગાવતા કહ્યું

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને રોબર્ટ વાડ્રા પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે કાલે જે દસ્તાવેજો પબ્લિક સામે આવ્યા તેનાથી સાફ છે કે યુપીએ સમયમાં રક્ષા સૌદાની તપાસમાં સંજય ભંડારી અને રાહુલ ગાંધીના તાર જોડાયેલા છે. સોમવારે મીડિયા સાથે વાતચીત કરતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે એવું માનવામાં આવ્યું છે કે ભ્રષ્ટાચાર કોંગ્રેસની દેન રહી છે.

Smriti Irani

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે 24 કલાકમાં મીડિયાના માધ્યમથી ઘણી વાતો સામે આવી. પરંતુ એક વાત સામે આવી છે કે એચએલ પલવા નામના એક વ્યક્તિ જેમને ત્યાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે જોડાયેલા કેટલાક દસ્તાવેજો મળ્યા છે. તેના અનુસાર હરિયાણામાં જમીનની ખરીદી કરવામાં આવી છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે આ રિપોર્ટમાં પ્રિયંકા ગાંધીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમને કહ્યું કે સીસી થમપી એક એવું નામ છે જે યુપીએ શાશનમાં થયેલા પેટ્રોલિયમ સોદા અંગે તપાસના ઘેરામાં જ નહીં, પરંતુ દિલ્હી એનસીઆર જમીન લેવડદેવડ કેસમાં 280 કરોડ નાણાકીય ઉલ્લંઘનનો પણ આરોપ છે.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે એચએલ પલવાને સીસી થમપી ઘ્વારા નાણાકીય મદદ મળતી હતી કારણકે જાંચમાં બંને વચ્ચે 54 કરોડ રૂપિયાની મની ટ્રેડ મળી આવી છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે છેલ્લા 24 કલાકમાં સમાચારોના માધ્યમથી જે સત્ય સામે આવ્યું છે, તે જણાવે છે કે ગાંધી અને વાડ્રા પરિવારની તેમાં મીલીભગત છે. એટલા માટે રાહુલ ગાંધી સામે આવે અને તેના સંબંધમાં જાણકારી આપે.

English summary
New facts establish a relationship between Rahul Gandhi and arms dealer Sanjay Bhandari, says Smriti Irani
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X