For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં પ્રવેશતા પેસેન્જર માટે ગાઇડલાઇન, 7 દિવસ ક્વોરેન્ટાઇન રહેવું પડશે

દિલ્હીમાં પ્રવેશતા પેસેન્જર માટે ગાઇડલાઇન, 7 દિવસ ક્વોરેન્ટાઇન રહેવું પડશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોના વાયરસના મામલા તેજીથી વધી રહ્યા છે જેને લઈ સરકારની ચિંતા વધવા લાગી છે. પાછલા 24 કલાકમાં દિલ્હીમાં કોરોના સંક્રમણના 1513 નવા મામલા સામે આવ્યા છે. સરકારે કોરના સંક્રમણના વધતા મામલાનેજોતા પોતાના ફેસલામાં બદલાવ કરતાં દિલ્હીમાં આવતા લોકો માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. દિલ્હી સરકારના નવા આદેશ મુજબ દિલ્હીની બહારથી આવતા ઘરેલૂ યાત્રીઓએ 7 દિવસ માટે ક્વોરેન્ટાઇન રહેવું પડશે.

arvind kejariwal

સરકારે પોતાનો ફેસલો બદલતા નવા નિયમ લાગૂ કરી દીધા છે. સરકારે કહ્યું કે હવે રાજધાનીમાં જે કોઈપણ યાત્રી આવશે તેમાં કોરોનાના લક્ષણ ન હોવા પર પણ તેને 7 દિવસ માટે હોમ ક્વોરેન્ટાઇન રહેવું પડશે. સરકારે કહ્યું કે આ નિયમનું સખ્તાઈથી પાલન કરવામાં આવશે. જેના માટે જિલ્લાના ડીએમને કોરોના લક્ષણવાળા યાત્રીઓને પણ 7 દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા કહેવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે સરકારે કોરોનાના વધતા મામલાને જોતા પોતાનો ફેસલો બદલી નાખ્યો છે. અગાઉ દિલ્હી સરકારે રેલવે, ફ્લાઈટ અથવા બસ વેગેરથી આવતા માત્ર એવા યાત્રીઓને જ ક્વોરેન્ટાઇનમાં રહેવાની સલાહ આપી હતી જેમનામાં કોરોનાના લક્ષણ દેખાતા હતા. જણાવી દઈએ કે દિલ્હીમાં કોરોના સંક્રમણના મામલા વધીને 23645 થઈ ગયા છે.

Cyclone Nisarga: મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું અલર્ટ, તોફાનને કારણે 3 લોકોના મોતCyclone Nisarga: મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું અલર્ટ, તોફાનને કારણે 3 લોકોના મોત

English summary
new guideline for passengers entering in delhi, they will have to go in 7 day quarantine
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X