For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Omicron Variant: મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટકમાં નવી ગાઈડલાઈન જાહેર, 7 દિવસ રહેવુ પડશે ક્વૉરંટાઈન

કોરોનાના નવા વેરિઅંટ 'ઓમિક્રૉન'ને લઈને દેશમાં દહેશતનો માહોલ છે. રાજ્યોની સરકારોએ એલર્ટ જાહેર કરી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોનાના નવા વેરિઅંટ 'ઓમિક્રૉન'ને લઈને દેશમાં દહેશતનો માહોલ છે. રાજ્યોની સરકારોએ એલર્ટ જાહેર કરી દીધુ છે. આ નવા વેરિઅંટને લઈને સરકાર દરેક રીતે સાવચેતી રાખી રહી છે. વળી, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક સહિત ઘણા રાજ્યોમાં જરૂરી દિશા-નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે કે જે આજથી લાગુ થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે કોવિડ-19નો નવો વેરિઅંટ B.2.2529 ગયા સપ્તાહે દક્ષિણ આફ્રિકામાં મળ્યો હતો. વિશ્વ આરોગ્ય સંગઠન(WHO) એ તેને 'Variant of Concern' એટલે કે 'ચિંતાજનક' જાહેર કર્યો છે.

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર

  • મહારાષ્ટ્ર સરકારે આંતરરાષ્ટ્રીય હવાઈ સફર માટે કડક દિશા નિર્દેશ જાહેર કર્યા છે.
  • આંતરરાષ્ટ્રીય મુસાફરોની એરપોર્ટ પર તપાસ એકદમ અલગ કાઉન્ટર પર થશે.
  • બધા મુસાફરોએ અનિવાર્યપણે 7 દિવસ સુધી ક્વૉરંટાઈન થવુ પડશે અને 2, 4 અને 7 દિવસોમાં આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો પડશે.
  • જ્યારે બીજા રાજ્યોમાંથી આવવા માટે પણ હવે આટી-પીસીઆર ટેસ્ટ અનિવાર્ય છે.
  • જો કોઈ પણ મુસાફર એ ટેસ્ટમાં પૉઝિટીવ આને તો મુસાફરને હોસ્પિટલમાં મોકલી દેવામાં આવશે.
  • જો રિપોર્ટ નેગેટીવ આવે તો મુસાફરને 7 દિવસ સુધી હોમ ક્વૉરંટાઈન રહેવુ પડશે.
  • તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં 6 એવા મુસાફરો છે જે હાલમાં દક્ષિણ આફ્રિકા કે અન્ય હાઈ રિસ્કવાલા દેશોમાંથી રાજ્યમાં આવ્યા છે અને તપાસમાં સંક્રમિત જોવા મળ્યા છે. હાલમાં બધાને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
કર્ણાટક

કર્ણાટક

  • કર્ણાટકના આરોગ્ય મંત્રી ડૉ. કે સુધાકરે કહ્યુ કે રાજ્યમાં રોજ લગભગ 2500 આંતરરાષ્ટ્રીય મુસાફરો આવે છે અને હવે બધા માટે આરટી-પીસીઆર પરીક્ષણ અનિવાર્ય છે.
  • જેમનો ટેસ્ટ નેગેટીવ આવે એ લોકોએ ઘરે 7 દિવસ સુધી ક્વૉરંટાઈન રહેવુ પડશે.
  • જે લોકોમાં રોગના લક્ષણ છે પરંતુ તેમનો ટેસ્ટ નેગેટીવ આવે છે તેમણે 5 દિવસ સુધી હોમ ક્વૉરંટાઈન રહેવુ પડશે પરંતુ કોવિડ સહકર્મીના સંપર્કમાં.
  • પૉઝિટીવ આવતા તેમને તરત જ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવશે અને અલગથી ઈલાજ કરવામાં આવશે.
ગોવા

ગોવા

  • ઓમિક્રૉન વેરિઅંટથી પ્રભાવિત 12 દેશમાંથી કોઈ એકમાંથી ગોવા પહોંચનારા આંતરરાષ્ટ્રીય મુસાફરોએ 14 દિવસ સુધી આઈસોલેશનમમાં રહેવુ પડશે.
  • ગોવા આવતા બધા આંતરરાષ્ટ્રીય મુસાફરોએ પણ અનિવાર્ય રીતે કોવિડ-19 સંક્રમણની તપાસ કરાવવી પડશે.
  • મુસાફરોએ 7 દિવસ બાદ પોતાની તપાસ કરાવવી પડશે.
  • જો તે નેગેટીવ જોવા મળ્યા તો બાકીના સાત દિવસ માટે અમુક છૂટ આપવામાં આવશે.
  • પ્રોટોકૉલ આજથી લાગુ થઈ ગયા છે.
આ છે હાઈ રિસ્કવાળા 12 દેશ

આ છે હાઈ રિસ્કવાળા 12 દેશ

કેન્દ્ર સરકારે 12 દેશોનુ લિસ્ટ તૈયાર કર્યુ છે જ્યાં નવા વેરિઅંટનુ જોખમ વધુ છે. આમાં યુકે સહિત યુરોપના બધા દેશ, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોત્સવાના, ચીન, મૉરેશિયસ, ન્યૂઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, સિંગાપુર, હૉંગકૉંગ અને ઈઝરાયેલ શામેલ છે. તમને જણાવી દઈએ કે આરોગ્ય મંત્રાલયે દરેકને અપીલ કરી છે કે તે બહાર નીકળતી વખતે કોવિડ પ્રોટોકૉલનુ પાલન કરે. જ્યારે પણ બહાર નીકળે માસ્ક જરુર પહેરે અને સોશિયલ ડિસ્ટંસીંગનુ પાલન કરે કારણકે થોડી પણ બેદરકારી મુસીબત બની શકે છે.

English summary
New Guidelines issued in Maharashtra, Karnataka, Goa for passengers coming from at-risk countries, quarantine mandatory, RT-PCR must, Know all details.Read more at: https://hindi.oneindia.com/news/india/omicron-variant-quarantine-mandatory-for-passengers-rt-pcr-must-in-maharashtra-karnataka-goa/articlecontent-pf388652-651094.html
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X