સરકાર ઓગષ્ટ સુધી સ્પૉટ ફિક્સિંગ પર નવો કાયદો લાવશે

મેચ ફિક્સિંગ અને સ્પૉટ ફિક્સિંગનો સામનો કરવા માટે નવો કાયદો લાવવાની પ્રક્રિયાની પહેલ કરનાર કાયદા મંત્રી કપિલ સિબ્બલે કહ્યું હતું કે સરકાર પણ રાજકીય દળો અને અન્ય પક્ષો પાસે આ મુદ્દે ચર્ચા-વિચારણા કરીને સુનિશ્વિત કરશે જેથી તેને સંસદમાં પારિત કરી શકાય.
કપિલ સિબલ્લે એક ઇન્ટવ્યુંમાં સહમતિ વ્યક્ત કરી હતી કે આ પ્રકારનો કાયદો બનાવવામાં મોડું થયું છે કારણ કે મેચ ફિક્સિંગના આરોપ સૌથી 1990ના દાયદામાં સામે આવ્યાં હતા. જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર હતી.
આ નવા કાયદો દરેક પ્રકારની રમતો પર લાગૂ થશે. તેમને આ અંગે કહ્યું હતું કે અમે આ કાયદાને જુલાઇ-ઓગષ્ટ (સંસદના ચોમાસૂ સત્ર)માં પારિત કરવા માટે ઇચ્છુક છીએ. તેમાં 'અયોગ્ય પ્રવૃત્તિઓ'ની પણ વ્યાખ્યા કરવામાં આવશે જેમાં આવા કૃત્ય કે ઇશારા સામેલ હોય જે કોઇ મેચ કે ટૂર્નામેન્ટના પરિણામને બદલી શકે છે. આ ખેલાડીઓ જેમાં આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સામેલ હોય, કોર્પોરેટ, સટ્ટેબાજ અને અપરાધીઓ પર લાગૂ થશે. કપિલ સિબ્બલે આ સંબંધમાં અધ્યાદેશ લાવવાની મનાઇ કરી હતી અને કહ્યું હતું કે તાજેતરની આઇપીએલ ટૂર્નામેન્ટ આજે જ ખતમ થઇ જશે.












Click it and Unblock the Notifications
