For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારી ઓફીસોમાં દેખાઇ મોદીની અસર, જુઓ કેવી રીતે...

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 11 જૂન: કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી સરકારના ગઠનની અસર હવે સરકારી ઓફીસોમાં દેખાવા લાગી છે. દેશભરમાં બાબુગીરી માટે વિખ્યાત નૌકરશાહી સાવચેત દેખાઇ રહી છે અને ઓફીસોની કાયાપલટ પણ થઇ રહી છે.

ક્યાંક ખૂણામાં પડી રહેનારું ઝાડું હવે કામ આવી રહ્યું છે, ધૂળ-ઝાળા સાફ કરવામાં આવી રહ્યું છે. જૂના અને તૂટેલા ફર્નીચરોના સ્થાને નવા લાવવામાં આવી રહ્યા છે. રાજધાનીના મોટાભાગના ભવનોમાં જ્યાં-ત્યાં ઉપયોગમાં લેવાયેલા ખાલી ચાના કપ અને પાનની પીચકારીઓ મારેલી જગ્યાઓને સાફ કરવામાં આવી રહ્યું છે. આ બધું વડાપ્રધાન દ્વારા સાફ-સફાઇ અને સ્વસ્થ વાતાવરણ રાખવાના નિર્દેશ પર થઇ રહ્યું છે.

આ વાતની ઝલક સંસદના સંયુક્ત અધિવેશનમાં રાષ્ટ્રપતિના અભિભાષણમાં દેખાઇ. જૂની ફાઇલોનો થપ્પો, ધૂળ ભરેલા અને વર્ષોથી બેકાર પડેલા ટૂટેલા ફર્નીચરોને હવે ફેંકવામાં આવી રહ્યું છે. આ દ્રશ્ય શાસ્ત્રી ભવન, જ્યાં મોટાભાગના મહત્વપૂર્ણ મંત્રાલયો અને ભારત સરકારના ઘણા કાર્યાલયો છે, ત્યાં દેખાઇ રહ્યું છે.

મોદીના આવવાથી જુઓ સરકારી ઓફીસોમાં શું થઇ રહ્યું છે...

મોદીના ભયની અસર કે પરિવર્તન

મોદીના ભયની અસર કે પરિવર્તન

કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી સરકારના ગઠનની અસર હવે સરકારી ઓફીસોમાં દેખાવા લાગી છે. દેશભરમાં બાબુગીરી માટે વિખ્યાત નૌકરશાહી સાવચેત દેખાઇ રહી છે અને ઓફીસોની કાયાપલટ પણ થઇ રહી છે.

સાફ-સફાઇ ચાલુ

સાફ-સફાઇ ચાલુ

ક્યાંક ખૂણામાં પડી રહેનારું ઝાડું હવે કામ આવી રહ્યું છે, ધૂળ-ઝાળા સાફ કરવામાં આવી રહ્યું છે. જૂના અને તૂટેલા ફર્નીચરોના સ્થાને નવા લાવવામાં આવી રહ્યા છે. રાજધાનીના મોટાભાગના ભવનોમાં જ્યાં-ત્યાં ઉપયોગમાં લેવાયેલા ખાલી ચાના કપ અને પાનની પીચકારીઓ મારેલી જગ્યાઓને સાફ કરવામાં આવી રહ્યું છે. આ બધું વડાપ્રધાન દ્વારા સાફ-સફાઇ અને સ્વસ્થ વાતાવરણ રાખવાના નિર્દેશ પર થઇ રહ્યું છે.

નવા ફર્નીચર્સ વસાવવામાં આવી રહ્યા છે

નવા ફર્નીચર્સ વસાવવામાં આવી રહ્યા છે

આ વાતની ઝલક સંસદના સંયુક્ત અધિવેશનમાં રાષ્ટ્રપતિના અભિભાષણમાં દેખાઇ. જૂની ફાઇલોનો થપ્પો, ધૂળ ભરેલા અને વર્ષોથી બેકાર પડેલા ટૂટેલા ફર્નીચરોને હવે ફેંકવામાં આવી રહ્યું છે. આ દ્રશ્ય શાસ્ત્રી ભવન, જ્યાં મોટાભાગના મહત્વપૂર્ણ મંત્રાલયો અને ભારત સરકારના ઘણા કાર્યાલયો છે, ત્યાં દેખાઇ રહ્યું છે.

રોજિંદા કામકાજ દરમિયાન સાર-સંભાળ

રોજિંદા કામકાજ દરમિયાન સાર-સંભાળ

દરેક મંત્રાલયના વરિષ્ઠ અધિકારી સફાઇ અભિયાનની દેખરેખ કરી રહ્યા છે. આ પહેલા પોતાના રોજિંદા કામકાજ દરમિયાન તેની સાર-સંભાળ ઘણા વર્ષો સુધી ન્હોતી લેવાઇ રહી. એક વરિષ્ઠ અધિકારીએ પોતાનું નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું કે અમે તમામ જૂના અને તૂટેલા ફર્નીચરોને હટાવી રહ્યા છીએ.

અધિકારીએ ગર્વથી કહ્યું કે..

અધિકારીએ ગર્વથી કહ્યું કે..

અધિકારીએ ગર્વથી કહ્યું કે અમે ઓરડા, વરંડા, અહીં સુધી શૌચાલયોની તપાસ કરી રહ્યા છીએ જેથી દરેક સ્થળે સફાઇ સુનિશ્ચિત થઇ શકે. ફેરફારની અસર સરકારી બાબુઓના ઓફીસ આવવાના સમય પર પણ પડ્યો છે. તમામ અધિકારીઓને સવારે 9 વાગ્યે રિપોર્ટ કરવાનું કહેવામાં આવ્યું છે.

હવે સવારે 9 વાગ્યે રિપોર્ટ કરવાનો સમય બાંધવામાં આવ્યો

હવે સવારે 9 વાગ્યે રિપોર્ટ કરવાનો સમય બાંધવામાં આવ્યો

એક અન્ય અધિકારીએ જણાવ્યું કે પહેલા અધિકારીઓ પોતાની મરજી પ્રમાણે આવતા હતા. કોઇ પણ પરવાહ ન્હોતું કરતું. હવે સવારે 9 વાગ્યે રિપોર્ટ કરવાનો સમય બાંધવામાં આવ્યો છે અને સાંજે 6 વાગ્યા સુધી કામ કરવાનું છે, પરંતુ મોટાભાગના વરિષ્ઠ અધિકારી રાત્રે 8 વાગ્યા સુધી રોકાઇ રહ્યા છે.

પહેલા શનિવારે કોઇ પણ ન્હોતું આવતું

પહેલા શનિવારે કોઇ પણ ન્હોતું આવતું

પહેલા શનિવારે કોઇ પણ ન્હોતું આવતું, પરંતુ હવે કામ રહેવા પર મોટાભાગના અધિકારીઓને રિપોર્ટ કરવા કહેવામાં આવ્યું છે. નવી સરકાર બન્યા બાદથી તમામ વરિષ્ઠ અધિકારી શનિવારે પણ આવે છે અને સાંજે છ વાગ્યા સુધી કામ કરે છે.

English summary
New Prime Minister's effect in government office in Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X