નવા રેલમંત્રી સી પી જોશી અને કાયદામંત્રી કપિલ સિબલ હશે

ઉલ્લેખનીય છે કે રેલવે લાંચ કૌભાંડમાં પૂર્વ રેલવે પ્રધાન પવન કુમાર બંસલે શુક્રવારે રાત્રે જ્યારે વડાપ્રધાનને બચાવવા માટે સીબીઆઇનો રિપોર્ટ બદલાવવાના આરોપમાં કાયદા પ્રધાન અશ્વિની કુમારે પણ શુક્રવારે મોડી રાત્રે રાજીનામુ આપતા બંને પદો ખાલી પડ્યા હતા.
બંસલના રાજીનામા બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે મલ્લિકાર્જુન ખડગેને રેલવે મંત્રાલય સોંપવામાં આવી શકે છે. જો કે સૂત્રોનું કહેવું છે કે સરકારે સી પી જોશીને રેલવેનો પ્રભાર આપનાનું નક્કી કર્યું છે.
જ્યારે કપિલ સિબલ હાલ ટેલિકોમ મંત્રી છે. સી પી જોશી પાસે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય છે. હવે બંને મંત્રીઓ પાસે વધારાના મંત્રાલય આવશે.












Click it and Unblock the Notifications
