એટીએમ પર આજથી મળશે 2000 ની નોટ, આરબીઆઇએ કર્યુ મોટુ એલાન

Subscribe to Oneindia News

નોટબંધીથી ત્રસ્ત લોકો માટે રાહતના સમાચાર છે કારણકે આજે દેશના કેટલાક એટીએમ પર 2000 ની નોટ મળવાની શરુ થઇ જશે. બેંકો તરફથી લોકોને અપીલ કરવામાં આવી છે કે તેમને હેરાન થવાની જરુર નથી, ધીરજથી કામ લો.

2000 note


પીએમ મોદીએ પણ સ્વીકાર્યુ છે કે હાલમાં દેશની આમ જનતા ખરેખર હેરાન થઇ રહી છે. તેમણે દેશવાસીઓને વચન આપ્યુ છે કે આ તકલીફો બસ થોડા દિવસની જ છે ત્યારબાદ બધુ ઠીક થઇ જશે. જો કે તેમણે ગ્રામીણ ક્ષેત્રોમાં લોકો સુધી રોકડ રકમ પહોંચાડવાનુ સુનિશ્ચિત કરવા માટે બેંકોમાંથી રોકડ ઉપાડવાની મર્યાદા વધારીને બેંકોમાં એકથી વધુ વાર આવવાની અને પોસ્ટની શાખાઓ દ્વારા પૈસા વિતરણ કરવાની મર્યાદા વધારી દીધી છે.


બેંકમાંથી એક સપ્તાહમાં પૈસા ઉપાડવાની મર્યાદા 20,000 રુપિયાથી વધારીને 24,000 રુપિયા કરી દેવામાં આવી છે અને આ બધા ઉપરાંત આરબીઆઇએ એક મોટુ એલાન પણ કર્યુ છે. તેણે બધી બેંકોને આદેશ કર્યો છે કે તે એટીએમ ટ્રાંઝેક્શન પર લાગતો વધારાનો સરચાર્જ પણ ખતમ કરી દે.


નહિ લાગે હાલ સર્વિસ ચાર્જ


આ સૂચના બાદ બીજી બેંકના એટીએમમાંથી અને નિર્ધારિત એટીએમ ટ્રાંઝેક્શન લિમિટ બાદ લાગતો વધારાનો ચાર્જ હવે 30 ડિસેમ્બર, 2016 સુધી ગ્રાહકો પાસેથી લેવામાં આવશે નહિ.

English summary
New Rs. 2,000 notes will be available in some ATMs from today, the government said today amid a nationwide scramble for cash.
Please Wait while comments are loading...