For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્ટડીઃ માણસોના મળથી પણ કોરોના વાયરસ ફેલાઈ શકે, દર્દીની સંખ્યા વધી શકે

સ્ટડીઃ માણસોના મળથી પણ કોરોના વાયરસ ફેલાઈ શકે, દર્દીની સંખ્યા વધી શકે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ચીનના વુહાનથી શરૂ થયેલ કોરોના વાયરસનો કહેર ચાર મહિનામા આખી દુનિયામાં ફેલાઈ ચૂક્યો છે, જ્યાં અત્યાર સુધીમાં 45 લાખથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. આ વાયરસના કારણે અત્યાર સુધીમા 3 લાખથી વધુ લોકોના જીવ ચાલ્યા ગયા છે. હાલમાં જ એક રિસર્ચમાં માલૂમ પડ્યું હતું કે કોરોના માણસોના સ્પર્મમાં પણ મળી આવે છે. જે બાદ હવે એક નવી સ્ટડી સામે આવી છે, જે મુજબ માણસોના મળથી પણ કોરોના વાયરસ ફેલાવવાનો ખતરો છે.

મળમાં મળ્યા નેગિટિવ મટિરિયલ

મળમાં મળ્યા નેગિટિવ મટિરિયલ

રાઈસ યૂનિવર્સિટી ટેક્સાસમાં વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસ પર એક શોધ કરી છે. 'SARS-CoV-2: કરંટ એવિડેન્સ એન્ડ ઈમ્પ્લિકેશન્સ ફૉર પબ્લિક હેલ્થ' નામની આ સ્ટડી જલદી જ તેમના જનરલમાં પ્રકાશિત થશે. આ શોધમાં માણસોમાં કોરોનાના બદલતા સ્વરૂપ વિશે અધ્યયન કરવામા આવ્યું છે. શોધ મુજબ માણસોના મળમાં SARS-CoV-2ના જેનેટિક મટિરિટલ મળ્યા છે, જેનાથી મળ દ્વારા પણ આ ફેલાવવાનો ખતરો છે. આની સાથે જપ્રમુખ અધ્યયનોમાં મોટાભાગે મળમાં વાયરસ માત્ર આરએએન મળ્યા છે. આ શોધમાં સામેલ પ્રમુખ લેખક ઈ સુસાન અમીરિયને જણાવ્યું કે અત્યાર સુધી કરાયેલ મોટાભાગના અધ્યયન સંક્રામક વાયરસને બદલે મળમાં વાયરલ આરએનએ ઉઠાવી રહ્યા છે. જો કે કેટલાક અધ્યયનોથી માલૂમ પડ્યું છે કે મળના નમૂનામાં સંક્રામક વાયરસ હોય શકે છે.

કૉમન ટોયલેટથી ફેલાવવાનો ખતરો વધુ

કૉમન ટોયલેટથી ફેલાવવાનો ખતરો વધુ

અમીરિયને કહ્યું કે જો જેનેટિક મટિરિયલ ઓછી માત્રામા છે તો આ વધુ ચિંતાજનક નથી. જ ભવિષ્યમાં મળમાથી વધુ માત્રામાં વાયરસ મળે છે તો સમસ્યા વધી શકે છે. એવી સ્થિતિમાં મળ દ્વારા સંક્રમણ ફેલાઈ શકે છે. અમીરિયન મુજબ ભવિષ્યમાં રેસ્ટોરાં, હોસ્પિટલ, ઉદ્યોગો વગેરે ખુલશે, એવામાં ત્યાંના ટૉયલેટ કોમન હશે. આ કારણે સંક્રમણનો ખતરો વધી જશે. તેમણે કહ્યું કે આનાથી સટીક પરિણામો માટે ભવિષ્યમાં હજી વધુ અધ્યયન કરવાની જરૂરત પડશે. આવી સ્થિતિમાં બચવા માટે આપણે વધુ સફાઈ પર ભાર આપવું પડશે. જો મળથી પ્રસારના પુખ્તા સબૂત મળે તો જ્યાં વધુ મામલા છે તે દેશમાં મહામારી વધુ ખરાબ અર કરી શકે છે.

સ્પર્મમાં પણ કોરોના મળ્યા હતા

સ્પર્મમાં પણ કોરોના મળ્યા હતા

જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા શઆંગચિઉ મ્યૂનિસિપલ હોસ્પિટલની એક ટીમે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ઈલાજ કરાવી ચૂકેલા 38 રોગીઓના ટેસ્ટ કર્યા હતા. આ દરમિયાન 6 લોકોના સ્પર્મમાં કોરોના વાયરસ મળ્યા. જેમાંથી ચાર બહુ બીમાર હતી, જ્યારે બે ઠીક થઈ રહ્યા હતા. આ રિસર્ચ હવે જામા નેટવર્ક ઓવનમાં પ્રકાશિત થયુ. શોધકર્તાઓ મુજબ વીર્યમાં કેટલા દિવસ સુધી વાયરસ જીવતો રહી શકે તે હજી જાણી શકાયું નથી. સ્પર્મમાં કોરોના મળવાથી આશંકા છે કે આ સેક્સ કરવાથી પણ ફેલાય શકે છે, જો કે વૈજ્ઞાનિકો પાસે પણ તેના પાકા સબૂત નથી. જ્યારે બહુ ઓછી સંખ્યામાં કોરોના વાયરસના દર્દીના સ્પર્મમાં વાયરસ મળ્યા છે. બની શકે કે ભવિષ્યમાં કોરોના સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીજમાં આવી જાય. આના પર રિસર્ચ ચાલુ છે.

દેશમાં કોરોનાના કુલ કેસ 81 હજારને પાર, 24 કલાકમાં 100ના મોતદેશમાં કોરોનાના કુલ કેસ 81 હજારને પાર, 24 કલાકમાં 100ના મોત

English summary
New study reveils that coronavirus can spread through stool
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X