• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મોદી સરકારમાં મંત્રીમંડળનું વિસ્તરણ, જાણો કોણે કોણે લીધી શપથ

|

નવી દિલ્હી, 9 નવેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર દ્વારા આજે પહેલી વાર પોતાની સરકારનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. રવિવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજીત આ કાર્યક્રમમાં તમામ દિગ્ગજ નેતાઓની હાજરીમાં સરકારમાં 4 નવા કેબિનેટ મંત્રી, 3 સ્વતંત્ર પ્રભાર રાજ્યમંત્રી અને 14 રાજ્યમંત્રી સહિત કુલ 21 મંત્રીઓને સરકારમાં સમાવવામાં આવ્યા છે.

મોદી સરકાર દ્વારા પહેલીવાર કરવામાં આવેલા કેબિનેટ વિસ્તરણે રાજકારણમાં ખલબલી મચી જવા પામી છે. વિશ્લેષકોનું માનવું છે કે આ પહેલા પણ રાજ્યકક્ષાના મંત્રી તરીકે સૂચના અને પ્રસારણનો કાર્યભાર સંભાળી ચૂકેલા મુક્તાર અબ્બાસ નકવીને કેબિનેટમાં સ્થાન મળવું જોઇતું હતું. આ ઉપરાંત આ મંત્રીમંડળના વિસ્તારથી શિવસેના પણ નારાજ ચાલી રહી છે.

modi
મોદી સરકારના મંત્રીમંડળના વિસ્તારમાં કયા કયા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તે આ પ્રમાણે છે...

કેબિનેટ મંત્રીઓ:

1. મનોહર પર્રિકર
ગોવાના પૂર્વ મુખ્યમંત્રી છે. હિન્દુ વિચારધારાના કટ્ટર સમર્થક છે. પર્રિકર કડક નિર્ણયો માટે ઓળખાય છે.

2. સુરેશ પ્રભુ
વાજપેઇ સરકારમાં મંત્રી હતા. પીએમ મોદીને પસંદગીના નેતા માનવામાં આવે છે. નદિયોને જોડનારી કમિટિના અધ્યક્ષ રહ્યા છે.

3. જેપી નડ્ડા
જગત પ્રકાશ નડ્ડા અમિત શાહ અને મોદી બંનેના નજીકના વ્યક્તિ માનવામાં આવી રહ્યા છે. હિમાચલથી પાર્ટીનો ચહેરો રહ્યા છે.

4. ચોધરી બીરેન્દ્ર સિંહ
હરિયાણાના મોટા જાટ નેતાઓમાંથી એક છે. તેમની પત્ની પ્રેમલત્તાએ દુષ્યંત ચૌટાલાને ચૂંટણીમાં હરાવ્યા હતા. સિંહ હાલમાં જ કોંગ્રેસથી ભાજપમાં સામેલ થયા છે.

રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર):

1. બંડારુ દત્તાત્રેય
વર્ષ 2004-09માં સિકંદરાબાદથી ચૂંટણી હાર્યા. વાજપેઇ સરકારમાં મંત્રી રહ્યા. ઘણી સમિતિઓના અધ્યક્ષ પણ રહ્યા છે.

2. રાજીવ પ્રતાપ રૂડી
વર્ષ 1996માં પહેલીવાર લોકસભા પહોંચ્યા. વાજપેઇ સરકારમાં મંત્રી રહેલા. રૂડી એક સફળ પાયલટ રહ્યા છે. સારણથી સાંસદ રહ્યા છે.

3. ડો. મહેશ શર્મા
સંઘમાં સારી એવી પકડ છે. 2012માં યૂપીમાં વિધાનસભા માટે ચૂંટાયા. ગૌતમબુદ્ધ નગરથી ભાજપના સાંસદ છે. વ્યવસાયે ડોક્ટર છે મહેશ શર્મા.

રાજ્ય મંત્રી:

1. મુખ્તાર અબ્બાસ નકવી

લાંબા સમયથી ભાજપનો ચહેરો રહ્યા છે. રાજ્યસભાથી સાંસદ છે. પાર્ટીના ઉપાધ્યક્ષ પણ છે. નકવી વાજપેઇ સરકારમાં પણ મંત્રી રહ્યા છે.

2. રામકૃપાલ યાદવ
લાંબા સમય સુધી લાલુ પ્રસાદ યાદવની સાથે રહ્યા. 12 માર્ચ 2014ને ભાજપના સભ્ય બન્યા. ટિકિટ કપાઇ જવાના કારણે તેઓએ લાલૂનો સાથ છોડી દીધો હતો. લાલૂની પુત્રી મીસા ભારતીને લોકસબા ચૂંટણીમાં હરાવી હતી.

3. હરિભાઇ પાટિલીભાઇ ચોધરી
ગુજરાતથી ભાજપનો ચહેરો છે. વનસકાડાથી ભાજપના સાંસદ છે. ભાજપના જૂના કાર્યકર્તા છે.

4. સાંવર લાલ જાટ
રાજસ્થાનમાં કેબિનેટ મંત્રી રહ્યા. અજમેરથી સચિન પાયલટને હરાવીને ભાજપના સાંસદ છે. રાજકારણમાં આવતા પહેલા તેઓ પ્રોફેસર હતા.

5. મોહન કુંડારિયા
તાનકર ગુજરાતથી ભાજપના સાંસદ છે. મોદીના ખાસ માનવામાં આવે છે. 2007-2012 તાનકરથી વિધાયક રહ્યા છે.

6. ગિરિરાજ સિંહ
નવાદાથી ભાજપના સાંસદ છે. બિહારમાં નિતિસ સરકારમાં મંત્રી રહ્યા. મોદીના પ્રખર સમર્થક છે. પોતાના વિવાદિત નિવેદનો માટે ઓળખવામાં આવે છે. સંઘના નજીકના લોકોમાં માનવામાં આવે છે.

7. હંસરાજ અહીર
મહારાષ્ટ્રના વિદર્ભથી ભાજપના સાંસદ છે. કોલસા કૌભાંડ મામલો ઉઠાવવા માટે ઓળખવામાં આવે છે.

8. રામશંકર કઠેરિયા
યૂપીમાં ભાજપનો દલિત ચહેરો છે. ઓક્ટોબર 2014માં ભાજપના પ્રભારી બનાવવામાં આવ્યા. આગરાથી ભાજપના સાંસદ છે.

9. વાઇ એસ ચોધરી
મુખ્યમંત્રી ચંદ્ર બાબૂના ખાસ નજીક છે. આંધ્ર પ્રદેશના મોટા ઉદ્યોગપતિ છે. રાજ્યસભાથી સાંસદ છે અને ટીડીપીના સભ્ય પણ છે.

10. જયંત સિન્હા
ભાજપ નેતા યશવંત સિન્હાના પુત્ર છે. હજારીબાગથી ભાજપના સાંસદ છે. મોદી મંત્રીમંડળમાં ઝારખંડથી બીજા મંત્રી છે.

11. રાજ્યવર્ધન સિંહ રાઠોડ
સેનાની નોકરી છોડીને રાજનીતિમાં આવ્યા. 2004 એથેંસ ઓલંપિકમાં રજત પદક જીત્યો હતો.

12. બાબુલ સુપ્રિયો
પહેલી વાર લોકસભા માટે ચૂંટાયેલા છે. આ જ વર્ષે ભાજપમાં ચૂંટણી પહેલા સામેલ થયા હતા. આસનસોલથી ભાજપના સાંસદ છે.

13. સાધ્વી નિરંજન જ્યોતિ
ઇમાનદાર છબી માટે જાણીતા છે. પહેલીવાર લોકસભામાં પહોંચ્યા છે. ફતેહપુરથી ભાજપ સાંસદ છે.

14. વિજય સાંપલા
પહેલીવાર હોશિયારપુરથી સાંસદ ચૂંટાયા છે. 1990માં ભાજપ સાથે જોડાયા. પંજાબમાં ભાજપનો મોટો ચહેરો છે.

lok-sabha-home

English summary
A new Team of Prime Minister Narendra Modi has taken oath as cabinet ministers.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more