Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

હરિયાણા છેડતી કેસમાં નવો વળાંક, 'છોકરી સાથે થઇ ન હતી છેડતી'

નવી દિલ્હી, 3 ડિસેમ્બર: હરિયાણાની બહાદુર છોકરીઓ દ્વારા ચાલુ બસમાં ત્રણ રોમિયોની ધોલાઇના કેસમાં નવો વળાંક આવી ગયો છે. બસમાં બેસેલી એક પ્રત્યક્ષદર્શી મહિલાએ એ દાવો કર્યો છે કે બસમાં બંને છોકરીઓ સાથે કોઇ છેડતી થઇ ન હતી.

આ ઘરડી મહિલાના દાવા અનુસાર બંને બહેનો સાથે બસમાં છોકરાઓએ કોઇ છેડતી કરી ન હતી. જો કે આ ઝઘડો સીટ પર બેસવાને લઇને થયો હતો. 3 છોકરાઓની ધોલાઇના કેસમાં મહિલાએ દાવો કર્યો છે કે બસમાં સીટને લઇને ઝઘડો એટલી હદે વધી ગયો કે બંને બહેનોએ બસમાં સવાર આ ત્રણેય છોકરાઓ સાથે મારપીટ શરૂ કરી દિધી.

bus-rohtak

અત્રે ઉલ્લેખનીય છે કે બંને બહેનો આરતી અને પૂજાની છેડતી કરનાર ત્રણ રોમિયોને ચાલુ બસમાં મેથીપાક ચખાડ્યો હતો. હરિયાણાના રોહતકમાં કોલેજ જનારી આ બંને બહેનોએ બસમાં છેડતી કરનાર યુવકોની મનમુકીને ધોલાઇ કરી હતી. બસમાં મુસાફરી કરી રહેલા બાકીના મુસાફરોએ છોકરીઓની કોઇ મદદ કરી ન હતી.

Video: બે બહેનોએ છેડતી કરનાર યુવકની કરી ધોલાઇ, 3ની ધરપકડ

હરિયાણા સરકારે બંને છોકરીઓની પ્રશંસા કરતાં 31-31 હજાર રૂપિયાના પુરસ્કારની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે છેડતીની આ ઘટના જે બસમાં થઇ, તેના ડ્રાઇવર અને કંડક્ટરને સસ્પેંડ કરી દિધા. આ ઘટનાનો વીડિયો કોઇએ બનાવી લીધો જે સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X