For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇંગ્લેન્ડ: વિઝાની નવી શરતોએ ઉડાવી લોકોની નીંદર

|
Google Oneindia Gujarati News

england visa
નવી દિલ્હી, 1 જૂલાઇ : નવેમ્બરથી ઇંગ્લેન્ડના વિઝા માટે 3000 પાઉન્ડ જમા કરાવવાની શરતોએ ઘણા લોકોની ઊંઘ ઉડાડી દીધી છે. એક બાજું આના કારણે ટ્રાવેલ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને પોતાના વ્યવસાયમાં મંદી આવવાનો ભય છે. જ્યારે એવા લોકો પણ પરેશાન છે જેમના સંબંધીઓ ઇંગ્લેન્ડમાં વસે છે.

જાલંધરના રહેનાર રાજપાલ સિંહના ઘણા સંબંધીઓ ઇંગ્લેન્ડમાં રહે છે. પરંતુ જ્યારે ઇંગ્લેન્ડની વિઝા ફીસની સાથે 3000 પાઉન્ડ જમા કરાવવાની શરત સામે આવી છે, રાજપાલનો આખો પરિવાર પરેશાન છે. જોકે ઇંગ્લેન્ડમાં આ પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવી રહ્યો છે કે દેશમાં 6 મહિના સુધીના વિઝા માટેની અરજી આપનારને 3000 પાઉન્ડની સીક્યુરીટી ફીઝ જમા કરાવવી પડશે. આ શરત 18 વર્ષથી ઉપરની ઉંમરના દરેક અરજીકર્તા પર લાગૂ રહેશે.

ઇંગ્લેન્ડ સરકાર નવેમ્બર મહીનાથી આને પાયલટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવા જઇ રહી છે. યોજનાનો ઉદ્દેશ્ય ઇંગ્લેન્ડમાં આવનાર એવા લોકોની સંખ્યાને ઓછી કરવાનો છે જે લોકો માત્ર ફરવા આવે છે પરંતુ પરત જતા નથી. નવી નીતિ અંતર્ગત વિઝાની સમય મર્યાદા પૂરી થયા બાદ ઇંગ્લેન્ડમાં રહેનાર લોકોની સીક્યુરીટી ફીઝ જપ્ત કરી લેવામાં આવશે. આ પ્રસ્તાવથી ટ્રાવેલ એજેન્ટ્સને પણ તેમનો ધંધો ખોટકાય તેવો ભય સતાવી રહ્યો છે.

ગયા વર્ષે ઇંગ્લેન્ડે 2,96,000 લોકોને 6 મહિનાના વિઝા આપવામાં આવ્યા હતા, જેમાંથી 1,01,000 વિઝા ભારતીય નાગરિકોને ફાળવવામાં આવ્યા હતા. એશિયામાંથી ઇંગ્લેન્ડમાં ફરવા માટે જનારાઓમાં સૌથી વધારે ભારતીયો જ હોય છે. આવામાં સરકાર પણ ઇંગ્લેન્ડની સાથે વાતચીતની તૈયારી કરી રહી છે.

English summary
New UK visa rules to have negative impact on business: CII
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X