નવા વર્ષ 2023નુ સ્વાગત કેવી રીતે કરશે ભારતીય? સર્વેમાં ખુલાસો - 10માંથી 8 લોકો ઘરમાં વીતવશે ન્યૂ યર નાઈટ
કોરોના વાયરસ મહામારીના વધતા કેસો વચ્ચે ભારતીયો નવા વર્ષનુ સ્વાગત કેવી રીતે કરવાના છે તે અંગે એક સર્વેમાં ખુલાસો થયો છે.
New Year Celebration In India: વર્ષ 2022નો આજે છેલ્લો દિવસ છે. સમગ્ર દુનિયામાં જૂના વર્ષની વિદાય અને નવા વર્ષને આવકારવા માટે ઉજવણીઓ થઈ રહી છે. ત્યારે ભારતમાં નવા વર્ષને આવકારવા માટે લોકો કયા પ્રકારની ઉજવણી કરવાના છે તે જાણવા માટે એક સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ 'LocalCircles'એ સર્વે કર્યો છે. જેમાં જનતાને પૂછ્યુ કે નવા વર્ષ એટલે કે વર્ષ 2023નુ સ્વાગત તેઓ કેવી રીતે કરશે.

તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે રાજ્યના આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રે નવા વર્ષની ઉજવણી માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. 2019ના અંતથી લઈને 2022ની શરૂઆત સુધી લોકોએ મોટાભાગે કોવિડના વધતા કેસોને કારણે ઘરની અંદર અથવા સાવચેતી સાથે તહેવારની ઉજવણી કરી. બે વર્ષના આ પ્રતિબંધ બાદ હવે લોકો કોઈપણ અવરોધ વિના 2023ને આવકારવા માટે ઉત્સાહિત છે. દુનિયાના ઘણા દેશોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે પરંતુ ભારત અત્યારે જોખમમાં નથી. આરોગ્ય મંત્રાલયે નવા વર્ષની ઉજવણી માટે માર્ગદર્શિકા જાહેર કરી છે.
સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ 'LocalCircles'ના સર્વેક્ષણની વાત કરીએ તો તેમાં ભારતના 312 જિલ્લાના 13,000થી વધુ નાગરિકોએ ભાગ લીધો હતો. જેમાં 63 ટકા પુરુષો અને 37 ટકા મહિલાઓ હતી. આ સર્વે દર્શાવે છે કે નવા વર્ષ 2023 પર ઉજવણી અને ઉત્સવો કેટલા વ્યાપક થવાની સંભાવના છે. આ તમામ 13 હજાર લોકોને પૂછવામાં આવ્યુ હતુ કે 'તમે નવુ વર્ષ 2023 કેવી રીતે ઉજવવાનુ આયોજન કરી રહ્યા છો?' સર્વેમાં 10માંથી 8 લોકોએ કહ્યુ છે કે તેઓ ઘરમાં બેસીને જ નવા વર્ષનુ સ્વાગત કરશે.
જવાબ આપનારા 55 ટકા લોકોએ કહ્યુ કે તેઓ તેમના પરિવાર સાથે ઘરમાં જ નવા વર્ષનુ સ્વાગત કરશે. જ્યારે 19 ટકા લોકોએ કહ્યુ કે તેઓ સામાન્ય રીતે નવુ વર્ષ ઉજવતા નથી. ઓછામાં ઓછા 5 ટકા લોકોએ કહ્યુ કે કોવિડના જોખમ અને અન્ય કારણોસર તેઓએ આ વર્ષે નવુ વર્ષ ઉજવવાનુ આયોજન કર્યુ નથી. 'LocalCircles'દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યુ છે કે જે લોકો નવા વર્ષની ઉજવણી ઘરની બહાર કરવાની યોજના ધરાવે છે તેમાંથી માત્ર 2 ટકા લોકો નવા વર્ષને આવકારવા પરિવાર સાથે બહાર જવા માગે છે. જ્યારે 3 ટકા 'પરિવાર સાથે રેસ્ટોરાંમાં જવાનુ' પ્લાન કરે છે.












Click it and Unblock the Notifications
