• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

5th June: શરીફે હીરાબેન માટે મોકલાવી સાડી, મોદીએ માન્યો દિલથી આભાર

|

નવી દિલ્હી, 5 જૂન: આંધ્ર પ્રદેશના ભાવી મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડૂએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને તેમના એ પત્ર માટે આડા હાથે લીધા જે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખીને બાકીના આંધ્ર પ્રદેશ માટે વિશેષ પ્રોત્સાહન રાશિ અને અન્ય લાભની માંગણી કરી છે.

તિરુપતિના શ્રી વેંકટેશ્વર યુનિવર્સિટીમાં સર્વસમ્મતિથી તેલુગૂ દેશમ પાર્ટી વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયા બાદ નાયડૂએ સાંસદોને સંબોધિત કરતા જણાવ્યું, 'રાજ્યનું વિભાજન કરીને ઘોર અન્યાય કર્યા બાદ હવે તેઓ શું મેળવવાની કોશીશ કરી રહ્યા છે? કોંગ્રેસે 30 જુલાઇના રોજ જ્યારે આંધ્ર પ્રદેશને વિભાજીત કરવાનો નિર્ણય કર્યો તો ત્યારબાદ તેમણે એક શબ્દ પણ કહ્યો? અન્યાયપૂર્ણ અને મનમાની રીતે રાજ્યના ભાગલા કરવાના કારણે જ લોકોએ કોંગ્રેસને સત્તામાંથી બહાર કરી દીધી છે.'

નાયડૂએ જણાવ્યું કે 'અમે ઇચ્છતા હતા કે ભાગલા સમયે કોંગ્રેસ આંધ્ર પ્રદેશ અને તેલંગાણાની સાથે એકસમાન ન્યા કરે પરંતુ યૂપીએ સરકારે અમારી માંગોને સંપૂર્ણ રીતે અણદેખી કરી દીધી અને પોતાની રીતે જ બધી વસ્તુઓને અંજામ આપ્યું. ન તો સોનિયા ગાંધી અને નહીં રાહુલ ગાંધીએ વિભાજન અંગે એક શબ્દ પણ કહ્યો, જ્યારે બાકીના આંધ્ર પ્રદેશની સાથે અન્યાય કર્યો અને હવે તે દાવો કરે છે કે તેમણે આંધ્ર પ્રદેશ માટે ઘણું કર્યું છે.'

આ ઉપરાંત નરેન્દ્ર મોદીએ આજે તેમને મળેલા અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા તરફથી નિમંત્રણને સ્વિકાર્યું છે. તેમજ વડાપ્રધાને આજે સચિવો સાથે લગભગ ત્રણ કલાક સુધી મુલાકાત કરી હતી અને તેમને કોઇપણ ઇમરજન્સી નિર્ણય લેવા માટે તેમનો સીધો સંપર્ક કરવાની છૂટ આપી હતી.

દિવસભરના તમામ સમાચારો પર નજર રાખવા જુઓ સ્લાઇડરમાં...

મોદી જશે અમેરિકા

મોદી જશે અમેરિકા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરમાં અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે મુલાકાત કરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં ભાગ લેવા જશે. જાણકારી અનુસાર આ મુલાકાતમાં મોદી અને ઓબામા વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઇ શકે છે.

ચંદ્રબાબુ નાયડૂએ સોનિયા ગાંધીને ખખડાવ્યા

ચંદ્રબાબુ નાયડૂએ સોનિયા ગાંધીને ખખડાવ્યા

આંધ્ર પ્રદેશના ભાવી મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડૂએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને તેમના એ પત્ર માટે આડા હાથે લીધા જે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખીને બાકીના આંધ્ર પ્રદેશ માટે વિશેષ પ્રોત્સાહન રાશિ અને અન્ય લાભની માંગણી કરી છે.

મોદીએ ત્રણ કલાક સુધી સચિવો સાથે કરી વાતચીત

મોદીએ ત્રણ કલાક સુધી સચિવો સાથે કરી વાતચીત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કેન્દ્ર સરકારના તમામ વિભાગોના સચિવો સાથે એકસાથે મુલાકાત કરી. તેમણે આ બેઠકમાં સચિવોને કહ્યું કે મુદ્દાઓનું નિરાકરણ લાવવા તેઓ મારી સાથે સીધો સંપર્ક કરો. કોઇપણ વડાપ્રધાનની સચિવો સાથે પોતાની તરફથી આ પહેલી સીધી બેઠક હતી, જે લગભગ ત્રણ કલાક ચાલી. આ બેઠક થકી મોદીનો ઉદ્દેશ્ય પારદર્શી, ત્વરિત અને પ્રભાવી રાજકાજ પર દબાણ આપતા નિર્ણયોમાં નોકરશાહોને મોટી ભૂમિકા આપવાનો છે.

અંજલી દમાનિયાએ છોડી આમ આદમી પાર્ટી

અંજલી દમાનિયાએ છોડી આમ આદમી પાર્ટી

આમ આદમી પાર્ટીને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. શાજીયા ઇલ્મી બાદ પાર્ટીની વધુ એક સંસ્થાપક સભ્ય મહારાષ્ટ્રની અંજલી દમાનિયાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.

સ્પિકર માટે સુમિત્રા મહાજનનું નામ લગભગ પાક્કું

સ્પિકર માટે સુમિત્રા મહાજનનું નામ લગભગ પાક્કું

આજે લોકસભાના સત્રનો બીજો દિવસ હતો જેમાં કાર્યવાહક સ્પિકર કમલનાથે સાંસદોને શપથ અપાવ્યા હતા. લોકસભાના સ્પિકર તરીકે સુમિત્રા મહાજનનું નામ સામે આવ્યું છે, તેમનું નામ પાક્કુ માનવામાં આવી રહ્યું છે. ચૂંટણી કાલે થશે.

યુવરાજના પિતા યોગરાજને પણ કેન્સર

યુવરાજના પિતા યોગરાજને પણ કેન્સર

હજી હમણા જ યુવરાજ સિંહ કેન્સરના મુખમાંથી બહાર આવ્યો છે ત્યારે સમચારા એવા મળી રહ્યા છે કે તેના પિતા યોગરાજને પણ કેન્સરની બિમારી છે, જેમનો ઇલાજ ન્યૂયોર્કમાં ચાલી રહ્યો છે.

ભારત વનડે રેન્કિંગમાં ત્રીજા સ્થાને

ભારત વનડે રેન્કિંગમાં ત્રીજા સ્થાને

ભારત વનડે રેન્કિંગમાં ત્રીજા સ્થાને ખસકી ગયું છે જ્યારે વિરાટ કોહલીએ પોતાનું સ્થાન નંબર એક પર જમાવી રાખ્યું છે.

શશી થરૂરે કર્યા નરેન્દ્ર મોદીના ભરપેટ વખાણ

શશી થરૂરે કર્યા નરેન્દ્ર મોદીના ભરપેટ વખાણ

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીને કોંગ્રેસના દિગ્‍ગજ નેતા અને પ્રવક્તા શશી થરૂરનાં રૂપમાં એક નવા પ્રશંસક મળી ગયા છે. તિરૂવનંતપુરમના સાંસદ શશી થરૂરે વિકાસલક્ષી અભિગમ માટે મોદીના ભરપેટ વખાણ કર્યા છે. વડાપ્રધાન બન્‍યા બાદ તમામ લોકોને સાથે લઈને ચાલવાના મોદીના પ્રયાસોને બિરદાવતા થરૂરે ટેકનોલોજીકલ ઉપમાનો ઉપયોગ કરી મોદીના આ નવા સ્‍વરૂપને ‘મોદી 2.0' વર્ઝનનું નામ આપ્‍યું છે. આ સાથે તેમણે એમ પણ કહ્યુ કે આ નવા વર્ઝને હવે જૂના ‘મોદી 1.0' વર્ઝનનું સ્‍થાન લઈ લીધુ છે. વધુ વાંચવા ક્લિક કરો...

મોદી સરકાર મોટર વ્હીકલ એક્ટમાં સુધારો કરશે

મોદી સરકાર મોટર વ્હીકલ એક્ટમાં સુધારો કરશે

ભાજપના વરિષ્ઠ નેતા ગોપીનાથ મુંડેના માર્ગ અકસ્માતમાં થયેલા નિધનને પગલે હવે કેન્દ્ર સરકારે માર્ગ અકસ્માતો અટકાવવા માટે કડક પગલાં લેવાનું નક્કી કર્યું છે. નરેન્દ્ર મોદી સરકારે મોટર વ્હીકલ એક્ટમાં મોટાપાયે ફેરફાર કરતા માર્ગ અકસ્માતોને અટકાવવાની દિશામાં કટિબદ્ધતા દર્શાવી છે. વધુ વાંચો...

નવાઝ શરીફે મોદીની માતા માટે મોકલી ભેંટ

નવાઝ શરીફે મોદીની માતા માટે મોકલી ભેંટ

પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા માટે ભેટમાં સાડી મોકલાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ પણ તેમની માતા માટે શોલ ભેટમાં મોકલાવી હતી. મોદીએ પોતાના ટ્વિટમાં શરીફનો આભાર માન્યો છે અને તેમણે કહ્યું છે કે હું આ સાડી મારી માતાને ટૂંક સમયમાં મોકલાવીશ.

English summary
News Of 5th June: Chandrababu Naidu attacked on Sonia Gandhi, and other news see in pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more