ન્યુઝ એંકર આત્મહત્યા, લખ્યું - મારુ દિમાગ જ મારુ દુશ્મન

Posted By:
Subscribe to Oneindia News

હૈદરાબાદ માં એક સમાચાર એજેન્સી ન્યુઝ એંકર ઘ્વારા રવિવારે આત્મહત્યા કરી લેવામાં આવી છે. રવિવારે મોડી રાત્રે રાધિકા રેડ્ડી એ પાંચમા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. પોલીસને રાધિકાના બેગમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે.

Radhika reddy

આ સુસાઇડ નોટમાં તેને લખ્યું છે કે "મારુ દિમાગ જ મારુ દુશ્મન છે". હાલમાં પોલીસે આ કેસ નોંધી લીધો છે. પોલીસના જણાવ્યા અનુસાર ટીવી એંકર ડિપ્રેશન થી પીડિત હતી.

કપાસપલ્લી પોલીસ સ્ટેશન ઉપ નિરીક્ષક મજીદ ઘ્વારા ન્યુઝ એજન્સી સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે રવિવારે ઓફિસ થી આવ્યા પછી ન્યુઝ એન્કરે આત્મહત્યા કરી હતી. ઓફિસ થી મોડી રાત્રે ઘરે આવ્યા પછી તે ધાબા પર ચાલી ગયી અને પછી ત્યાંથી કૂદીને આત્મહત્યા કરી.

રાધિકાના માથા પર ચોટ આવી છે અને શરીરમાં ઘણી જગ્યા પર ફ્રેક્ચર થયું હતું. રાધિકાની જગ્યા પર જ મૌત થઇ ગયી હતી.

જણાવવામાં આવી રહ્યું છે કે રાધિકાના 6 મહિના પહેલા જ તલાક થયા હતા. તે પોતાના 14 વર્ષના દીકરા અને માતાપિતા સાથે રહેતી હતી. પોલીસ હજુ આ મામલા અંગે તપાસ કરી રહી છે. રાધિકાની મૌત થવાથી તેની સાથે કામ કરતા લોકો હેરાન છે. કોઈને પણ વિશ્વાસ નથી આવી રહ્યો કે રાધિકા હવે તેમની વચ્ચે નથી.

English summary
News Anchor Radhika reddy commits suicide hyderabad

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.