News in Brief : ઓગસ્ટ 30, 2014 : PM નરેન્દ્ર મોદી જાપાન પહોંચ્યા
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની મહત્વકાંક્ષી જાપાનની મુલાકાતે જવા રવાના થયા છે. નરેન્દ્ર મોદીની જાપાન યાત્રાથી બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો નવી ઊંચાઇએ પહોંચશે. સાથે જ રાજદ્વારી અને વૈશ્વિક ભાગીદારીને એક નવું સ્વરૂપ મળે તેવી સંભાવના છે.
4.30pm : ગુજરાતમાં મેઘરાજાની બીજી ઇનિંગ શરૂ થઇ. ખેડૂતોને રાહત. ધમાકેદાર વરસાદી બેટિંગથી સર્વત્ર પાણી પાણી. ગરમીથી રાહત થતા લોકો હરખાયા.
3.30pm : ભારત અને જાપાન વચ્ચે પહેલો કરાર સંપન્ન થયો. જાપાન સરકાર વારાણસીને ક્યોટોની જેમ વિકસાવશે
2.45pm : વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના વડાપ્રધાન એબેની આગેવાનીમાં ક્યોટો પહોંચ્યા.
2.15pm : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાણીતા ઇતિહાસકાર બિપીન ચંદ્રના નિધન પર શોક વ્યક્ત કરી તેમના પરિવારને શાંતિ અને શક્તિ પ્રદાન કરવા પ્રાર્થના કરી.
The PM expresses grief on the passing away of noted historian Shri Bipan Chandra. He extends his condolences to Shri Chandra's family.
— PMO India (@PMOIndia) August 30, 2014 2.00pm : વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના ઓસાકા ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યા. જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું.
1.45pm : કુપવાડામાં આતંકવાદીઓ સાથેના ઘર્ષણમાં એક જવાન શહીદ.
1.10pm : મુઝફ્ફરનગરમાં છેડછાડ કરી રહેલા ચાર વિદ્યાર્થીઓને માર માર્યા બાદ સ્થિતિ વધારે તણાવપૂર્ણ બની.
12.15pm : કોંગ્રેસના સંગઠનમાં રહેવા માટે વય મર્યાદા નક્કી કરવા અંગે પાર્ટીમાં મતભેદ.
11.55am : ભારતના મોટા ઉદ્યોગગૃહોના પ્રતિનિધિઓ નરેન્દ્ર મોદી સાથે જાપાન ગયા છે. ત્યાંથી મોટા પ્રમાણમાં એફડીઆઇ ખેંચી લાવે તેની શક્યતા.
11.30am : 1 સપ્ટેમ્બર, 2014થી વિવિધ ટ્રેનના સમય બદલાશે.
11.00am : બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ જણાવ્યું છે કે દેશમાં એફડીઆઇને મંજુરી આપવાનો મતલબ વિદેશી તાકતોને દેશ વેચવામાં આવી રહ્યો છે તેવો થાય છે.
10.47am : સીબીઆઇએ એરસેલ-મેક્સિસ સોદામાં પૂર્વ ટેલિકોમ પ્રધાન દયાનિધિ મારન અને તેમના ભાઇ કલાનિધિ મારન વિરુદ્ધ આરોપનામુ દાખલ કર્યું છે.
10.35am : દેશની સેનાની ત્રણે પાંખોને આધુનિક હથિયારોથી સજ્જ કરવા માટે સરકારે શુક્રવારે 20,000 કરોડ રૂપિયાના રક્ષા ખરીદીના પ્રસ્તાવોને મંજુરી આપી હતી.
10.15am : નરેન્દ્ર મોદી સરકારના આગમન બાદ છેલ્લા અઢી વર્ષમાં સૌથી ઝડપી આર્થિક વૃદ્ધિ 5.7 ટકા નોંધાઇ છે.
9.55am : ગેરકાયદેસર કોલસાની ખાણો ફાળવવાના કેસમાં સીબીઆઇએ ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલા અને અન્યો સામે ક્લોઝર રિપોર્ટ દાખલ કરી છે.
9.45am : ગૂગલે જણાવ્યું છે કે ઓનલાઇન ખરીદીની ટ્રાયલ માટે તેણે ડ્રોનના ઉપયોગનો ટ્રાયલ શરૂ કર્યો છે.
9.14am : વિશ્વમાં 11મા શટલર ભારતના પીવી સિંધુએ ચીનના ખેલાડીને હરાવીને વર્લ્ડ બેડમિન્ટન ટુર્નામેન્ટના સેમીફાઇનલમાં પહોંચી ગયા છે.
8.57am : ભાજપે આપના કુમાર વિશ્વાસને દિલ્હીના મુખ્યમંત્રી બનવાની રજૂઆત કરી હતી તેવું તેમણે જણાવ્યું છે.
8.22am : અમેરિકાએ ઇરાનના વિવાદાસ્પદ અણુ કાર્યક્રમને પગલે તેના પર નવા પ્રતિબંધો લાદ્યા છે.

8.15am : વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનની મુલાકાત માટે રવાના.
8.00am : ગુજરાતમાં 2014ના અંતમાં 108 બોટ એમ્બ્યુલન્સ સર્વિસ શરૂ થશે












Click it and Unblock the Notifications
