For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ન્યુઝ ઇન બ્રિફ : 9 ઓગસ્ટ, 2014

|
Google Oneindia Gujarati News

ન્યુઝ ઇન બ્રિફ : 9 ઓગસ્ટ, 2014

amit-shah-1

8.15am : અતિપ્રાણઘાતક ઇબોલા વાઇરસથી થયેલા 1,000થી વધારે લોકોના મોત બાદ એનેક દેશોએ ઇમર્જન્સી જાહેર કરી છે. આ ઉપરાંત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા ઇબોલા વાયરસને વૈશ્વિક સંકટ તરીકે જાહેર કરાયું છે.

<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p><a href="https://twitter.com/hashtag/Ebola?src=hash">#Ebola</a> death toll now 961, World Health Organization says: Guinea: 367 Sierra Leone: 298 Liberia: 294 Nigeria: 2 <a href="http://t.co/9i1Byd3P6B">http://t.co/9i1Byd3P6B</a></p>— BBC Breaking News (@BBCBreaking) <a href="https://twitter.com/BBCBreaking/statuses/497734745758105601">August 8, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

8.05am : અમદાવાદ શહેરમાં આવેલ ઐતિહાસિક ભદ્ર કિલ્લા નજીક આવેલા આઝમખાન સરાઈ બિલ્‍ડીંગને તોડવા વિરૂદ્ધ થયેલી જાહેરહિતની અરજીને ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે .

7.55am : ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ર્સ્‍વણિમ જયંતિ મુખ્‍યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરી સ્‍થાનિક સંસ્‍થાઓ તેમજ શહેરી વિકાસ સત્તામંડળોને વિવિધ પ્રકારના વિકાસ કાર્યો માટે રૂપિયા 3,593 કરોડની સહાય મંજુર કરી છે.

7.50am : ગુજરાત રાજ્યના સ્કુલ બોર્ડ દ્વારા 9 ઓગસ્ટથી 15 ઓગસ્ટ દરમિયાન 'રાષ્ટ્રભાવના જાગરણ સપ્તાહ'ની ઉજવણી કરવામાં આવશે.

7.45am : મધ્ય ગુજરાતમાં શુક્રવારે વિવિધ સ્થળોએ અંદાજે 3 ઇંચ વરસાદ નોંધાયો હતો.

7.40am : ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ અને તાજેતરમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાનારા મહિલા આગેવાન હીના પટેલને ફોન પર નનામી ધમકી મળતા તેમણે પોલીસ સુરક્ષા માંગી છે.

7.35am : લોકસભા ચૂંટણી 2014માં ગુજરાતમાં મદતાનના દિવસે આચારસંહિતા ભંગના મામલે વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ક્લીન ચિટ આપી છે.

7.30am : અમેરિકાએ ઉત્તરી ઇરાકમાં ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)ના ચમરપંથીઓની વિરુદ્ધ વધુ બે હવાઇ હુમલા કર્યા છે. અમેરિકાના રક્ષા મુખ્યાલય પેન્ટાગને આ હુમલાની પુષ્ટી કરી છે.

7.15am : આજે દિલ્હીના જવાહરલાલ નહેરૂ સ્ટેડિયમમાં ભાજપની રાષ્ટ્રીય પરિષદ મળવાની છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અમિત શાહની નિયુક્તિ પર મહોર લાગશે. આ બેઠકમાં ભાજપના તમામ અગ્રણી નેતા હાજર રહેશે.

English summary
News in Brief : August 9, 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X