For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહતના સમાચાર, કોરોના કેસમાં મોટો ઘટાડો નોંધાયો, પોઝિટિવ રેટ 7.9 ટકા

કોરોના વાયરસના દરરોજના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ મૃત્યુની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો નથી. હજૂ પણ મૃત્યુઆંક 1000 થી ઉપર છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 5 ફેબ્રુઆરી : કોરોના વાયરસના દરરોજના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ મૃત્યુની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો નથી. હજૂ પણ મૃત્યુઆંક 1000 થી ઉપર છે. શનિવારના રોજ આંકડા જાહેર કરતા કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 1,27,952 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 1059 લોકોના મોત થયા છે.

જો કે, રાહતની વાત એ છે કે, કોરોના વાયરસથી સાજા થનારા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે અને છેલ્લા એક દિવસમાં 2,30,814 દર્દીઓ કોરોનામાંથી સ્વસ્થ થયા છે.

કોરોના પોઝિટિવ રેટ ઘટીને 7.98 ટકા થયો

કોરોના પોઝિટિવ રેટ ઘટીને 7.98 ટકા થયો

કોરોના વાયરસના દર્દીઓના સાજા થવાના દરમાં વધારો થવાને કારણે, એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે અને હાલમાં આ આંકડો ઘટીને 13,31,648 પર આવી ગયો છે.

આ ઉપરાંત, કોરોના વાયરસનો પોઝિટિવિટી રેટ પણ ઘટીને 7.98 ટકા પર આવી ગયો છે. દેશના વિવિધ રાજ્યોમાં કોરોના રોગચાળા સામે રસીકરણ અભિયાન પણતેજ ગતિએ ચાલી રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં રસીના કુલ 1,68,98,17,199 ડોઝ આપવામાં આવ્યા છે.

આ પાંચ રાજ્યોમાં કોરોનાના કેસ સૌથી વધુ

આ પાંચ રાજ્યોમાં કોરોનાના કેસ સૌથી વધુ

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસરા, કેરળ સિવાય દેશના તમામ રાજ્યોમાં કોરોના વાયરસના દૈનિક કેસ હવે ઘટી રહ્યા છે.

છેલ્લા 24કલાક દરમિયાન જ્યાં સૌથી વધુ કોરોના દર્દીઓ જોવા મળ્યા છે, તે પાંચ રાજ્યોમાં કેરળ (38,684 કેસ), કર્ણાટક (14,950 કેસ), મહારાષ્ટ્ર (13,840 કેસ), તમિલનાડુ(9,916 કેસ) અને મધ્યપ્રદેશ (6,516 કેસ) છે.

કોરોના વાયરસના નવા કેસમાંથી આ પાંચ રાજ્યોમાં 65.57 ટકા કેસ નોંધાયા છે, જેમાંથી 30.23 ટકા કેસ એકલા કેરળમાંજોવા મળ્યા છે.

દિલ્હીમાં શાળાઓ, જીમ ખોલવાની સૂચના

દિલ્હીમાં શાળાઓ, જીમ ખોલવાની સૂચના

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના રોજિંદા કેસમાં થઈ રહેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને શુક્રવારના રોજ દિલ્હીમાં પ્રતિબંધોમાં રાહત આપવામાં આવી હતી.

ડેપ્યુટીસીએમ મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, હવે રાજધાનીમાં તમામ રેસ્ટોરન્ટ 11 વાગ્યા સુધી ખુલી શકશે. આ સાથે તમામ સરકારી અને ખાનગી ઓફિસોને 100 ટકાક્ષમતા સાથે વધુ જીમ ખોલવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

English summary
News of relief, Corona case dropped sharply, positive rate 7.9 percent.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X